પેકેજ્ડ મિલ્ક પ્રોડક્ટની ફેક્ટરી ખોલવા માટે સરકાર કરશે મદદ

નવી દિલ્હીઃ જો તમે ઓછા રોકાણમાં વધારે નફો મળે તેવો કોઈ વ્યાપાર કરવા ઈચ્છો છો તો તમારી પાસે સારી તક છે. તમે બજારમાં ઘણી બ્રાંડના મળનારા બટર પેકેટ વાળુ દૂધ, દહી, પેકેજ્ડ પનીર ઘી અને ફ્લેવર્ડ મિલ્ક જોયા હશે. આ વ્યાપારમાં ઘણી એવી મોટી બ્રાંડ છે જે કરોડોનો વ્યાપાર કરી રહી છે. જો તમે પણ આ વ્યાપાર કરવા ઈચ્છો છો તો સરકાર પોતાની મુદ્રા સ્કીમ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ યૂનિટ ખોલવાની તક આપી રહી છે. સરકારની આ સ્કીમની મદદથી આપ માત્ર ચાર લાખ રૂપીયાના રોકાણમાં ખોલી શકો છો. આ પ્રોડક્ટ્સની ડિમાંડ દિન પ્રતિદિન વધી રહી છે. યોગ્ય માર્કેટિંગ કરીને તમે પણ પોતાની એક બ્રાંડ બનાવી શકો છો.

આ વ્યાપાર કરવા માટે આપે 1000 વર્ગફૂટની જગ્યા રેંટ પર અથવા ખરીદી કરીને લેવી પડશે. પેકેજ્ડ ફૂડ બનાવવા માટે પહેલા હેલ્થ ઓછોરિટી પાસેથી લાઈસન્સ પ્રાપ્ત કરવું પડશે. આટલી જગ્યામાં રોજ તમે 500 લીટર કાચા દૂધનું પ્રોસેસિંગ કરી શકશો જેનાથી પેકેટ વાળુ દૂધ, ઘી, દહી બટર અને ફ્લેવર્ડ મિલ્ક તૈયાર કરી શકાશે.