બજેટ નક્કી કરશે 9 ચૂંટણી પરિણામો, આ પ્રકારની રાહત આપી શકે છે જેટલી

નવી દિલ્હીઃ દિલ્હીથી આશરે 80 કિલોમીટર દૂર સ્થિત હરિયાણાના ધમાકા ગામમાં કિશનસિંહ નામક એક વ્યક્તિ હર્યા-ભર્યા ઘઉંના ખેતરો જોઈને અપેક્ષા રાખી રહ્યો છે તે તેમને આ વર્ષે સારો પાક મળશે. પરંતુ આ સાથે જ તેમને ડર સતાવી રહ્યો છે કે સારો પાક થયા બાદ પણ જો યોગ્ય કીમત ન મળી તો બેંક તેમની જમીનોને જપ્ત કરવાની કાર્યવાહી કરી શકે છે. 230 પરિવારના આ ગામમાં આશરે 60 લોકોને દેવું ભરપાઈ ન કરી શકતાં નીલામીની ચેતવણી નોટીસ મળી છે. કિશનસિંહ જેવા તમામ ખેડૂતો ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી આ વર્ષે બજેટમાં તેમને દેવામાંથી મુક્તિ અપાવે, પાકની વધુ સારી કીમતો અને બાળકો માટે નોકરીઓનો અવસર આપતું બજેટ જાહેર થાય.

આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ અરૂણ જેટલી સામાન્ય બજેટ રજૂ કરશે. કિશન સિંહ નામના આ ખેડૂત કહે છે કે હું નથી જાણતો કે આ સંકટમાઁથી કેવી રીતે ઉભરી શકાય. પરંતુ કિશન સિંહને બેંક તરફથી 2,47,296 જેટલું દેવું તાત્કાલીક ચૂકવવા માટે નોટિસ મળી છે. તેમનું કહેવું છે કે 2019માં હું કોને વોટ આપીશ તે નક્કી નથી.

મહત્વનું છે કે 2017માં કેન્દ્રમાં ચૂંટાઈને આવેલી નરેન્દ્ર મોદીની સરકાર માટે સમય તેજ ગતીથી આગળ વધી રહ્યો છે અને માત્ર 1.5 વર્ષ જેટલો સમય જ હવે શેષ બચ્યો છે. ત્યારે ગત વર્ષે શહેરોથી લઈને ગામડાઓ સુધી ભારે સમર્થનને લઈને ભાજપને 3 દાયકાઓનો સૌથી શ્રેષ્ઠ જનાદેશ મળ્યો હતો.

9 ચૂંટણીના પરિણામો પર અસર કરશે બજેટ

મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ હશે. ત્યારબાદ સરકારને 8 રાજ્યોમાં સામાન્ય ચૂંટણી સહિત 9 ચૂંટણીઓનો સામનો કરવો પડશે. ત્યારે આ સમયે સરકાર પર બજેટ દ્વારા તમામ સમીકરણોને સાધવાનું દબાણ ચોક્કસ રહેશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગુજરાતની ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપનો આધાર નબળો થવાથી ખેડૂતોની નારાજગીના સંકેતો મળ્યાં છે જેને લઈને અરૂણ જેટલી પોતાની પોટલી ખોલીને તમામ લોકોને રીઝવવાનો પ્રયત્ન કરશે.