વેપારીઓએ 34,000 કરોડનો GST છુપાવ્યો હોવાની સરકારને શંકા

નવી દિલ્હીઃ જુલાઈથી ડિસેમ્બર વચ્ચે જીએસટી નેટવર્કમાં ફાઈલ રિટર્નર્સનું પ્રાથમિક વિશ્લેષણ કરવા પર સંદેહ થઈ રહ્યો છે કે વેપારીઓએ 34 હજાર કરોડ રૂપીયાની ટેક્સની ચૂકવણી છુપાવી રાખી છે. આ મુદ્દો શનિવારે આયોજિત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઉઠ્યો હતો. અત્યારે એ વેપારીઓને નોટિસ મોકલવામાં આવી શકે છે જેમણે જીએસટી રિટન્સ-1 અને જીએસટીઆર-3બીમાં અલગ અલગ રકમ બતાવી છે. જીએસટીઆર-1નો ઉપયોગ અત્યારે મુખ્યરૂપે સૂચનાના લક્ષ્યથી થઈ રહ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર એવા લોકો પર વિશેષ ભાર આપવામાં આવશે કે જેમણે બંન્ને રિટર્ન ફાઈલિંગમાં મોટુ અંતર રાખ્યું હશે. ઘણા કિસ્સામાં વ્યક્તિગત કરદાતાઓની વિસ્તૃત જાણકારીનું વિશ્લેષણ કર્યા બાદ પરિણામ અંગે રાજ્યો સાથે સ્પષ્ટતા કરવામાં આવશે, જેથી શંકાસ્પદ લોકો પર કાર્યવાહી કરવામાં આવી શકે. સીમા શુલ્ક વિભાગે રિટર્ન્સના આંકડાઓનું વિષ્લેષણ કર્યા બાદ જણાવ્યું કે આયાત કરેલ ઉત્પાદનોની કિંમત બહુ ઓછી જણાવવામાં આવી છે. એક અધિકારીએ ઉદાહણ આપ્યું કે શક્યતાઓ છે કે 10 હજાર રૂપીયાના મોબાઈલ ફોનની કિંમત 7 હજાર રૂપીયા બતાવવામાં આવી હોઈ શકે. અધિકારીઓને શંકા છે કે આવું તમામ જગ્યાએ ઓછો જીએસટી ચૂકવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હોઈ શકે.

હકીકતમાં જીએસટી કલેક્શન ધારણા કરતા હંમેશા ઓછુ રહ્યું છે કારણ તે સરકાર ટેક્સ ચોરી રોકવાના અલગઅલગ પહેલુઓને લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. આમાં ખરીદ અને વેચાણની કિંમતની માહિતી પ્રાપ્ત કરવા માટે ઈનવોઈસ મેચિંગ અને ફેક્ટરીઓથી શોરૂમ સુધી સામાન પહોંચવાની પૂરી ગતિવિધિ પર નજર રાખવા માટે ઈ વે બિલ્સ જેવી પહેલનો સમાવેશ કરાયો છે.

અધિકારીઓનું કહેવું છે કે ઘણા બીઝનેસમેનોને લાગ્યું કે સરકાર જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બીનો મેળ નથી કરવાની. આના કારણે પણ તમામ વેપારીઓએ અલગઅલગ આંકડાઓ ભર્યા હોઈ શકે છે. જો કે ટેક્સ કન્સલટન્ટનુ માનીએ તો દિવસોમાં અંતરના યોગ્ય કારણો પણ હોઈ શકે છે કે કારણ કે ટેક્સ પેમેન્ટ સમયે ઘણા મહિનાઓથી જમા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ ઉપસ્થિત સમય મર્યાદામાં ક્રેડિટ સાથે કરવામાં આવે છે.