જીએસટીઃ વેપારીઓને મોટી રાહત આપી શકે છે સરકાર

જીએસટી રેવન્યુમાં આવી રહેલી નરમાશ અને કરદાતાઓની તકલીફોને ધ્યાનમાં રાખીને સરકાર હવે તે પ્રકારની સવલતો આપવા તરફ આગળ વધી રહી છે કે જેની ટ્રેંડ-ઈડસ્ટ્રી શરૂઆતથી માંગણી કરતી આવી છે. જીએસટી કાયદો અને પ્રક્રિયામાં સુધારો લાવવા પર બનેલી એડવાઈઝરી કમીટી બાદ હવે એક વધારે નવી ટેક્નીકલ ટીમે ભલામણ કરી છે કે જીએસટીમાં દર મહિને જરૂરી ત્રણ રિટર્નની જગ્યાએ માત્ર એક રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે જીએસટી કાઉંસીલ આવતા મહિને પોતાની બેઠકમાં આ મુદ્દે વિચાર કરશે. જો આને કાયદાકીય મંજૂરી મળી ગઈ તો લાખો કરદાતાઓ માટે જીએસટીનું પાલન સાવ સરળ બની જશે.

 

 

 

 

 

 

 

અત્યારે માસીક અથવા ત્રીમાસીક રિટર્ન ભરનારા તમામ વ્યાપારીઓને આઉટવર્ડ સપ્લાય અથવા તો સેલ્સ રિટર્ન, ઈનવર્ડ સપ્લાય અથવા પરચેઝ રિટર્ન અને અંતમાં એક ફાઈનલ રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. જો કે જીએસટીઆર-2 ઓટોપોપ્યુલેટ હોય છે પરંતુ તેને પણ અસેસીને વેરીફાઈ કરવાનું હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટીએનના ચેરમેન અજય ભૂષણ પાંડેની અધ્યક્ષતા વાળી એક સમિતિએ માત્ર કન્સોલિડેટેડ રિટર્નની ભલામણ કરી છે.