ગુગલે પ્લેસ્ટોર પરથી હટાવી આ 85 ખતરનાક એપ્લિકેશન, જાણો વધુ માહિતી…

નવી દિલ્હીઃ ગૂગલે તાજેતરમાં પોતાના એપ સ્ટોર પરથી 85 જેટલી ખતરનાક એપ્લિકેશનને હટાવી દિધી છે. સિક્યોરિટી રિસર્ચર્સ અનુસાર આ એપ્લિકેશન્સ એક પ્રકારના એડવેયરનો ભાગ છે અને પ્લેસ્ટોરમાં ગેમિંગ એપ્લિકેશન, ટીવી અને રિમોટ કન્ટ્રોલ સિમ્યુલેટર્સ એપ્લિકેશનના રુપમાં ઉપસ્થિત હતી. આ એપ્લિકેશન તમારા ફોનમાં સ્ક્રીન એડ બતાવીને મોબાઈલના બેકગ્રાઉન્ડમાં ચાલૂ રહેતી હતી અને તમારા ફોનના અનલોકિંગ ફંક્શન પર સતત નજર રાખતી હતી.

જાપાનની સાયબર સિક્યોરિટી અને ડિફેન્સ કંપની ટ્રેન્ડ મીક્રો અનુસાર આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં 90 લાખ વાર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવી છે. આમાંથી એક એપ્લિકેશન ‘Easy Universal Remote’ 50 લાખ વાર ડાઉનલોડ થઈ છે. આ 85 એપ્લિકેશનના લિસ્ટમાં આ એપ સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ્લિકેશન છે. જ્યારે આ પ્લે સ્ટોર પર હતી ત્યારે આના પર ઘણા યૂઝર્સે કમેન્ટ્સ પણ કરી હતી.

આ એપ્સને ભૂલથી પણ ફોનમાં ન રાખો

  • SPORT TV
  •  Prado Parking Simulator 3D
  • TV WORLD
  • City Extremepolis 100
  • American Muscle Car
  • Idle Drift
  • Offroad Extreme
  •  Remote Control
  • Moto Racing
  • TV Remote
  • A/C Remote
  • Bus Driver
  • Trump Stickers
  • Love Stickers
  • TV EN ESPAÑOL
  • Christmas Stickers
  • Parking Game
  • TV EN ESPAÑOL
  • TV IN SPANISH
  • Brasil TV
  • Nigeria TV
  • WORLD TV
  • Drift Car Racing Driving
  • BRASIL TV
  • Golden
  • TV IN ENGLISH
  • Racing in Car 3D Game
  • Mustang Monster Truck Stunts
  • TDT España
  • Brasil TV
  • Challenge Car Stunts Game
  • Prado Car
  • UK TV
  • POLSKA TV
  • Universal TV Remote
  • Bus Simulator Pro
  • Photo Editor Collage 1
  • Spanish TV
  • Kisses
  • Prado Parking City
  • SPORT TV
  • Pirate Story
  • Extreme Trucks
  • Canais de TV do Brasil
  • Prado Car 10
  • TV SPANISH
  • Canada TV Channels 1
  • Prado Parking
  • 3D Racing
  • TV
  • USA TV 50,000
  • GA Player
  • Real Drone Simulator
  • PORTUGAL TV
  • SPORT TV 1
  • SOUTH AFRICA TV
  • 3d Monster Truck
  • ITALIA TV
  • Vietnam TV
  • Movies Stickers
  • Police Chase
  • South Africa TV
  • Garage Door Remote
  • Racing Car 3D
  • TV Colombia
  • Racing Car 3D Game
  • World Tv ૉ
  • FRANCE TV
  • Hearts
  • TV of the World
  • WORLD TV
  • ESPAÑA TV
  • TV IN ENGLISH
  • TV World Channel
  • Televisão do Brasil
  • CHILE TV

જેવી જ આપ આ એપ્લિકેશનને પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને લોન્ચ કરો છો તો તે આપને ફુલ સ્ક્રીન પોપ-અપ એડ બતાવે છે જેમાં એપ્સના ફંક્શનને ચાલુ રાખવા માટે વારંવાર ઘણા બટન દબાવવા માટે કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રત્યેક પગલા પર એક નવું એડ પેજ ખુલે છે. આવું ત્યાં સુધી થતું રહે છે કે જ્યાં સુધી એપ ક્રેશ ન થઈ જાય.

ઘણા Malware એપ્લિકેશન્સ બફરિંગ દેખાતા જ ગાયબ થઈ જાય છે પરંતુ હકીકતમાં આ એપ્સ બેકગ્રાઉન્ડમાં રન કરતી રહેતી હોય છે અને પ્રત્યેક અડધો કલાકમાં ડિવાઈઝમાં પોપ-અપ કરે છે. બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતા આ એપ્લિકેશન્સ આપના ફોનના તમામ ફંક્શન્સ પર નજર રાખે છે અને ડેટા લીકનું કારણ બની શકે છે.

આ પહેલા પણ ગૂગલે નવેમ્બરમાં 13 વાયરસ વાળી એપ્લિકેશન્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. ડિસેમ્બરમાં 22 જેટલી આ પ્રકારની એપ્લિકેશન્સને હટાવવામાં આવી હતી જેમાં એક બૈકડોર હતું જેમાંથી તે એપ્લિકેશન્સ એડના નામ પર ફ્રોડ કરતી હતી.