નોટબંધીના એક વર્ષમાં સોનાની માગમાં 25 ટકાનો ઘટાડો

નવી દિલ્હી- ગત વર્ષે 8 નવેમ્બરના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કર્યા બાદ એક વર્ષમાં દેશમાં સોનાની માંગમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સના કહેવા પ્રમાણે ગોલ્ડ ટ્રેડ બી 2 બી બિઝનેસમાં કાળાનાણાની એન્ટ્રી બંધ થઈ ગઈ છે.

નોટબંધી બાદ શરૂઆતી સમયગાળામાં વ્યાપાર 75 ટકા જેટલો ઓછો થઈ ગયો હતો. જો કે સીસ્ટમમાં કરન્સીનો સપ્લાય વધી રહ્યો હોવાની સાથે જ ધીરે-ધીરે માંગ વધી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ઓવરઑલ માંગ 25 ટકા જેટલી ઓછી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ અનુસાર 2016માં ભારતમાં સોનાની માંગ 675.5 ટન હતી, જે 2015ના વર્ષની સરખામણીએ 21 ટકા જેટલી ઓછી હતી. જ્વેલર્સની હડતાલ, મોટી ખરીદી માટે પાનકાર્ડ અનિવાર્ય બનાવ્યું અને નોટબંધી આ તમામ મુશ્કેલીઓ પાછળનું મુળ કારણ હોવાનું મનાય છે.