સેટેલાઈટની મદદથી ઈનકમ ટેક્સ વિભાગે પકડી કરોડોની ટેક્સ ચોરી

નવી દિલ્હીઃ દેશમાં પ્રથમ વાર એક સેટેલાઈટની મદદથી ઈનકમ ટેક્સ વિભાગે 15 કરોડની ટેક્સ ચોરી પકડી પાડી છે. મામલાની વાત કરીએ તો આ મામલે મોદીનગરના સીકરી કલાં વિસ્તારનો છે. અહીંયા હાઈવેની પાસે આવેલા કરોડો રુપિયાના કોમર્શિયલ કોમ્પલેક્ષને રસ્તાથી દૂર કૃષિ જમીન પર બતાવીને વેચી દેવામાં આવ્યું.

ત્યારે આ મામલે તપાસ કરવા માટે ઈનકમ ટેક્સ વિભાગે હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી પાસે સેટેલાઈટના ફોટોઝ માંગ્યા તો તેમાંથી જાણકારી મળી કે, વેચાણના સમયે સંબંધિત જમીન પર કોમર્શિયલ કોમ્પલેક્ષ હતું.

મુખ્ય આવકવેરા કમિશનર અમેન્દ્ર કુમો જણાવ્યું કે સંભવત: આ દેશનો પહેલો મામલો છે, જેમાં ટેક્સ ચોરી પકડવા માટે સેટેલાઇટ ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેન્દ્ર કુમોર જણાવ્યું કે મોદીનગરના એક વ્યક્તિએ ટેક્સ બચાવવા માટે ફેબ્રુઆરી 2016માં કોમર્શિયલ કોમ્પલેક્સની જમીનને કૃષિ જમીનના આધારે ટુકડાઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ઇન્કમ ટેક્સ વિભાગના નોટિસના જવાબમાં જણાવવામાં આવ્યું કે જ્યારે જમીનનું રજિસ્ટ્રેશન થયું હતું ત્યારે તે કૃષિ જમીન હતી. ત્યારબાદ વિભાગે જમીનની તે સમયની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીથી તે ભૂખંડની જૂની તસવીર માંગી. ત્યાંથી ઇમેજ મળ્યા બાદ ટીમે રાજ્યની રિમોટ સેન્સિંગ એજન્સી પાસે જમીનની ડિટેલિંગ કરાવ્યું.

તેમાં જાણવા મળ્યું કે જ્યારે જમીનનું રજિસ્ટ્રેશન થયું હતું તે સમયે જમીન પર કોમર્શિયલ કોમ્પલેક્સ બની ચૂક્યું હતું. આ ઇમેજને પુરાવા તરીકે ગણતા ઇન્કમ ટેક્સ વિભાગે ચોરી કરનારા વ્યક્તિને નોટિસ જાહેર કરીને લગભગ 15 કરોડ રૂપિયાનો ટેક્સ જમા કરાવવા માટે કહ્યું છે. આવા પ્રકારના મામલાઓમાં 100 ટકા ટેક્સ વસૂલવાની જોગવાઈ છે.