ફ્લિપકાર્ટે રીફરબિશ્ડ પ્રોડક્ટ્સ માટે શરૂ કરી પોતાની સાઈટ 2GUD

0
1148

મુંબઈ – ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટે ભારતમાં તેની બિઝનેસ કામગીરીઓ માટે eBay કંપની સાથે તેની એક વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીનો અંત લાવી દીધા બાદ રીફરબિશ્ડ (વાપરેલી અને નવીનીકરણવાળી) પ્રોડક્ટ્સ માટે મોબાઈલ વેબ મારફત પોતાની ગૂડ્સ વેબસાઈટ શરૂ કરી છે, જેનું નામ છે ‘2GUD’.

ફ્લિપકાર્ટના ટ્વિટર હેન્ડલ પર જણાવાયું છે કે અમારા ફેમિલીમાં નવા સભ્યનો ઉમેરો થયો છે – @2GUDdotcom, ગ્રાહકો એમના મોબાઈલ બ્રાઉઝર પર 2GUD.com  પર વિઝિટ કરીને રીફરબિશ્ડ શોપિંગ કરી શકે છે.

ફ્લિપકાર્ટના વાઈસ પ્રેસિડન્ટ અનિલ ગોટેટી 2GUDના વડા રહેશે.

ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે રીફરબિશ્ડ ગૂડ્સ માર્કેટમાં હાલ અમારા પ્રતિ વિશ્વાસમાં જે કમી રહેલી છે તે દૂર કરવા માટે અમે 2GUD વેબસાઈટ શરૂ કરી છે.

ફ્લિપકાર્ટનો દાવો છે કે 2GUD પર રજૂ થતી તમામ રીફરબિશ્ડ પ્રોડક્ટ્સની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવે છે અને વોરંટી સાથે સર્ટિફાય કરાય છે.

2GUD વેબસાઈટ ગ્રાહકને ત્રણ મહિનાથી લઈને 12 મહિના સુધીની રેન્જની પોસ્ટ-પરચેઝ વોરન્ટી આપશે.

2GUD ધીમે ધીમે ડેસ્કટોપ્સ તથા અન્ય ચેનલ્સ ઉપર પણ ઉપલબ્ધ થશે. આ સાઈટ લેપટોપ્સ, સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ, તથા ઈલેક્ટ્રોનિક એક્સેસરિઝ અપાવે છે. આ પ્લેટફોર્મ ટૂંક સમયમાં હોમ અપ્લાયન્સીસ સહિત અન્ય કેટેગરી માટે પણ લંબાવવામાં આવશે.