અર્થશાસ્ત્રીઓની ઝૂંબેશ સામે એક્સપર્ટ્સે જવાબ આપતાં વડાપ્રધાનનું સમર્થન કર્યું

નવી દિલ્હીઃ દેશનાઆર્થિક આંકડાઓમાં ગરબડને લઈને અર્થશાસ્ત્રીઓ અને સમાજ વિજ્ઞાનીઓના સમૂહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ફગાવતા 131ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે દેશ ઉચ્ચ આર્થિક વૃદ્ધિના રસ્તે આગળ વધી રહ્યો છે. ગત દિવસોમાં 108 અર્થશાસ્ત્રીઓએ આર્થિક આંકડાઓમાં રાજનૈતિક હસ્તક્ષેપને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દેશમાં સાંખ્યિકી આંકડાઓમાં રાજનૈતિક હસ્તક્ષેપને લઈને સવાલ ઉઠાવ્યાં હતા. અને સાંખ્યિકી સંગઠનોની સંસ્થાગત સ્વતંત્રતા અને નિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવાની અપીલ કરી હતી. તેમણે જીડીપી આંકડાઓમાં સંશોધન અને એનએસએસઓના રોજગાર સંબંધિત આંકડાઓને છુપાવવાના વિવાદ વચ્ચે આ ચિંતા વ્યક્ત કરી હતી.

આના જવાબમાં 131 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના સમૂહે તેમની ચિંતાને ફગાવી દીધી અને તેમના આરોપોને પાયાવિહોણાં અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યાં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે કહ્યું કે આ આરોપ મનઘડત પ્રતિત થાય છે અને આ પહેલા થયેલા સન્માની વાપસી જેવા સન્માનની જેમ લાગે છે. આ સન્માન વાપસી એક મહત્વપૂર્ણ રાજ્યની ચૂંટણી પહેલાં શરુ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ અપીલ તે સમયે વધારે કપટપૂર્ણ પ્રતીત થાય છે જ્યારે વિશ્વ બેંક, આઈએમએફ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જીડીપી, ગરીબી ઉન્મૂલન, વ્યાપારી સુગમતાના આંકડાઓને સતત પ્રકાશિત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડેટા અને સ્વતંત્ર એજન્સીઓએ પણ સરકારી એજન્સીઓ દ્વારા જાહેર આંકડાની પુષ્ટિ કરી છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સે એ પણ કહ્યું કે 1960 થી લઈને 2014 વચ્ચે ભારત પોતાના સમકક્ષ દેશો જાપાન, ચીન, તાઈવાન, કોરિયા, બ્રાઝીલ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, દક્ષિણ આફ્રીકા સહિત ઘણા દેશો પાસેથી આર્થિક વૃદ્ધિ મામલે પાછળ છૂટી ગયા છે. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે ભારત ઉચ્ચ આર્થિક વૃદ્ધિની રાહ પર જવા માટે તૈયાર છે અને આવામાં ભારતની શાખ અને પ્રગતિને નુકસાન પહોંચાડનારા રાજનીતિથી પ્રેરિત પ્રયાસોનો પ્રતિવાદ કરવો જરુરી બની જાય છે.