સંસદમાં આર્થિક સર્વેઃ 6.75.-7.75 ટકા વિકાસદરનું અનુમાન લગાવાયું

નવી દિલ્હી– ગત વર્ષે રજૂ થયેલા બજેટના લેખાંજોખાં કરતો ઇકોનોમિક સર્વે સંસદમાં રજૂ થઇ ગયો છે. તેમાં 2018ના નાણાકીય વર્ષમાં વિકાસ દર 6.75 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો 2019માં વિકાસ દર વધીને 7.75 ટકા પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.ઇકોનોમિક સર્વેમાં જણાવાયું છે કે 2019 ભારતીય અર્થતંત્ર માટે પડકારજનક સાબિત થઇ શકે છે. સર્વેમાં જણાવાયાં પ્રમાણે નિકાસ વેપારથી અર્થતંત્રને મજબૂતી મળવાની ઉમીદ છે.

ઈકોનોમિક સર્વે 2018 હાઈલાઈટ્સ
–     2018-19માં જીડીપી ગ્રોથ 7-7.50 રહેવાનું અનુમાન
–     ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.75 ટકા રહેવાની ધારણા
–     ખાનગી રોકાણમાં સુધારાનો સંકેત
–     નિકાસમાં સુધારો થયાંની સ્થિતિ જોવા મળી છે
–     સરકારે માન્યું છે કે નાણાકીય વર્ષ 2019માં આર્થિક પ્રબંધનમાં થોડીક મુશ્કેલી ઉભી થશે
–     ચાલુ વર્ષે ચાલુ ખાતાની ખાધ 1.50 ટકાથી લઈને 2 ટકા રહી શકે છે
–     ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ગ્રોથ 2.1 ટકા રહેવાનું અનુમાન
–     નાણાકીય વર્ષ 2017-18માં રાજકોષીય ખાદ્ય 3.2 ટકા રહેવાનું અનુમાન
–     સર્વે મુજબ મીડિયમ ટર્મમાં રોજગારી, શિક્ષણ અને કૃષિ પર સરકારનું ફોક્સ રહેશે
–     ચાલુ નાણાકીય વર્ષમાં રીટેઈલ ફુગાવાનો દર 3.3 ટકા રહેવાનું અનુમાન
–     જથ્થાબંધ ફુગાવાનો દર 2.9 ટકા રહેવાની સંભાવના
–     આ વર્ષે વિદેશી હૂંડિયામણની અનામતમાં મોટા વધારાનો અંદાજ , 209.4 અબજ US ડૉલર સુધી  પહોંચશે વિદેશી હૂંડિયામણ અનામત
–     ક્રૂડ ઓઈલની કીમતોમાં વધારો થતાં ચિંતા વ્યક્ત કરાઈ
–     12 ટકા સુધી વધી શકે છે ક્રૂડની કીમત, મોંઘવારીમાં વધારો થવાની શક્યતા
–     ગ્લોબલ ગ્રોથથી 4 અને ઉભરતી ઈકોનોમીથી 3 ટકા વધારે છે ભારતનો જીડીપી ગ્રોથ
–     2014-15થી 2017-18 સુધી ભારતનો સરેરાશ ગ્રોથ 7.3 ટકા રહ્યો
–     જીએસટીથી ઈનડાયરેક્ટ ટેક્સ ભરનારાની સંખ્યામાં 50 ટકાનો વધારો
–     જીએસટીથી નાના વેપારીઓએ સ્વેચ્છાએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું
–     રાજ્યોના ટેક્સ કલેક્શન પર અસર પડશે તે વાત ખોટી સાબિત થઈ

આવનારા દિવસોમાં આર્થિક અને રાજનીતિક મોરચા પર અર્થવ્યવસ્થા પ્રબંધન ગોઠવવી કસોટીરુપ બનશે તેમ જ સરકાર જો નાણાંકીય દાયરો અને અર્થવ્યવસ્થા સામેના હાલના સંકટને નજરઅંદાજ કરશે તો સરકારની મોટીમોટી ઘોષણાઓનું કશું મહત્ત્વ રહેશે નહીં.જીએસટી અસર

ઇકોનોમિક સર્વાં જીએસટી અને તેની અસર વિશે જણાવાયું છે કે તેના કારણે અર્થવ્યવસ્થા સામે ઘણી મુશ્કેલીઓ ઊભી થઇ છે. નવી કરપ્રણાલિથી સરકારી નીતિઓ અને સૂચના-પ્રસારણ ટેકનિક માટેનો રાહ પણ મુશ્કેલ બન્યો હતો. તેની સૌથી વધુ અસર ઔપચારિક સેક્ટર પર રહ્યો. સરકારે લીધેલાં ત્વરિત પગલાંથી રેટ ઓછાં થયાં છે. સાથે  જીએસટી લાગુ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

નિકાસ બનશે સહારો

સર્વે પ્રમાણે આવનારા સમયમાં નિકાસ વેપાર અર્થતંત્રને ગતિ આપવાનું કામ કરશે તેમ જ જો ભારતનો નિકાસવેપાર અને વૈશ્વિક વિકાસ તેજ ગતિએ વધશે તો તેનો ફાયદો ભારતીય અર્થતંત્રને મળશે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈએમએફ તરફથી 2018માં વૈશ્વિક વિકાસ માટે જે દર નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે જળવાઇ રહે તો તે અર્થતંત્રની ગતિ અડધો ટકો વધારી શકે છે.

ઇકોનોમિક સર્વેનું મહત્ત્વ

આર્થિક સર્વેક્ષણ દ્વારા પાછલાં વર્ષમાં વહેચણી કરાયેલા ખર્ચાઓના લેખાંજોખાં તૈયાર કરે છે. તેની જાણવા મળે છે કે સરકારે ગયા વર્ષે ક્યાંક્યાં ખર્ચ કર્યો અને બજેટમાં કરાયેલી ઘોષણાઓને કેટલી સફળતા મળી. સાથે દેશના અર્થતંત્રમાં શું પરિસ્થિતિ રહી તે પણ જાણવા મળે છે. સર્વે દ્વારા સરકારને જણાવવામાં આવે છે કે આગળ શું ધ્યાનમાં રાખવું.