ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસઃ વર્લ્ડ બેન્કના રેન્કિંગ્સમાં ભારતે ૩૦ અંકની છલાંગ લગાવી

0
4049

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે લીધેલા આર્થિક સુધારાના પગલાંને કારણે સમગ્ર દુનિયામાં ભારતની વિશ્વસનીયતા વધી છે. વર્લ્ડ બેન્કે ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી છે.

વર્લ્ડ બેન્કે વ્યાપાર કરવા માટે સરળતાના ઈન્ડેક્સ (Ease of Doing Business Index)ની આજે જાહેરાત કરી છે. એમાં ભારતે ગયા વર્ષના ઈન્ડેક્સની સરખામણીમાં ૩૦ અંકની છલાંગ લગાવી છે અને ૧૩૦મા ક્રમેથી સીધો જમ્પ મારીને ૧૦૦મી રેન્ક પ્રાપ્ત કરી છે.

નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળી ત્યારે ભારતની રેન્ક ૧૩૪મી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમાચાર બાદ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે આર્થિક સુધારાને લીધે વર્લ્ડ બેન્કના રેન્કિંગ્સમાં ભારતે ઐતિહાસિક છલાંગ લગાવી છે.

(વર્લ્ડ બેન્ક દ્વારા રેન્કિંગ્સની જાહેરાત બાદ પીએમ મોદીએ કરેલા ટ્વીટ્સ)