ફ્લિપકાર્ટે શોધી લીધો કાયદાનો ‘તોડ’ ભારે ડિસ્કાઉન્ટ આપવા કંપનીનો નવો નુસખો

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા માટે સેલર્સને ઈન્સેન્ટિવ આપી રહી છે. તેઓ વેન્ડર્સને નોન-કેશ ક્રેડિટ ઓફર કરી રહી છે, જે ઘણાં મામલાઓમાં પ્રોડક્ટની કીંમતના 50 ટકા છે. આ સરકાર દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પ્રીડેટરી પ્રાઈસિંગ એટલે કે ભારે ડિસ્કાઉન્ટ પર સમાન વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં બાદ થઈ રહ્યું છે.

ફ્લિપકાર્ડના નવા પ્રમોશનલ પ્રોગ્રામ અંતર્ગત કન્ઝ્યુમર્સને 5 ટકા ડિસ્કાઉન્ટ પર ઓફર કરનારા વેન્ડર્સને પ્રોડક્ટની કીંમત 2.5-50 ટકા પાછા મળશે. આને ક્રેડિટના રુપમાં પાછા આપવામાં આવશે. 11 જુલાઈના રોજ શરુ થયેલો આ પ્રમોશનલ પ્રોગ્રામ 11 સપ્ટેમ્બરના રોજ ખતમ થશે.

મર્ચન્ટ્સને લખેલા એક લેટરમાં કંપનીએ જણાવ્યું કે આ ઈન્સેન્ટિવ પ્રમોશનલ પ્રોગ્રામના તમામ માનકોને પ્રાપ્ત કરવા પર અમારી ફીઝ અને કમીશનમાં છૂટ ઓફર કરવાની એક પદ્ધતી છે. આ લેટરમાં લખવામાં આવ્યું છે કે સેલર્સને ક્રેડિટ નોટના રુપમાં રિવોર્ડ આપવામાં આવશે, જેને કોઈપણ બાકી પેમેન્ટમાં એડજસ્ટ કરી શકાશે.

ફ્લિપકાર્ટે સેલર્સને કહ્યું છે કે આ ઓપ્શનલ પ્રોગ્રામ છે, જેમાં શામિલ થવા માટે તેમણે આની પસંદગી કરવી પડશે. રિવોર્ડ પ્રાપ્ત કરવા માટે વેન્ડર્સને એપણ ચોક્કસ કરવું પડશે કે પ્રમોશનલ સમયગાળા દરમિયાન તેમના પ્રોડક્ટનું સિલેક્શન 0.5 ટકાથી ઓછું હોય. આ સમાચારને લઈને પૂછવામાં આવેલા સવાલોનો ફ્લિપકાર્ટના પ્રવક્તાએ જવાબ નથી આપ્યો.

ફ્લિપકાર્ટનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે કારણકે એફડીઆઈ નિયમ વિદેશી સ્વામિત્ય વાળા ઈ-કોમર્સ માર્કેટપ્લેસને પ્રત્ય અથવા અપ્રત્યક્ષ રીતે પ્રોડક્ટની કીંમતોને પ્રભાવિત કરવાની મંજૂરી નથી આપતા. સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં એક સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું, જેમાં આ કંપનીઓને કસ્ટમર્સને પસંદીની વસ્તુઓ પર કેશબેક આપવાથી પણ રોકી દીધા હતા. એટલા માટે આ કંપનીઓને પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવા અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટેની નવી રીતો શોધવા પર મજબૂર થવું પડ્યું.ઓનલાઈન અને ઓફલાઈન સેલર્સ ઘણા વર્ષથી આરોપ લગાવી રહ્યા હતા કે ફ્લિપકાર્ટ અને એમેઝોન ભારે ડિસ્કાઉન્ટ આપીને તેમને નુકસાન પહોંચાડી રહી છે. ત્યારબાદ સરકારે ઈ-ટેલર્સ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર કરવા પર પ્રતિબંધ લગાવ્યા હતા. કેન્દ્રએ ડિસેમ્બર 2018માં એક નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેને ફેબ્રુઆરીમાં લાગૂ કરવામાં આવ્યું હતું. આ કારણે ફ્લિપકાર્ટ અને એમેઝોન બંન્નેને પોતાના બિઝનેસ સ્ટ્રક્ચરમાં બદલાવ કરવો પડ્યો હતો. એમેઝોને જ્યાં પોતાની પેરેન્ટ ફર્મની સેલર્સ ક્લાઉડટેલ અને અપૈરિયોમાં ભાગીદારી ઘટાડી હતી, ફ્લિપકાર્ટે પોતાના બી2બી કંપનીના ઓપરેશનને ઓછુ કરી દીધું હતું. આ કંપની હવે અલ્ફા સેલર્સ નામના વેન્ડર્સને પ્રોડક્ટ વેચે છે જે ફ્લિપકાર્ટના પ્લેટફોર્મ પર પ્રોડક્ટ વેચે છે.