ફ્રી ડિજિટલ ટ્રાન્જેક્શન: પેમેન્ટ કંપનીઓ ઈચ્છે છે વળતર, કામ ચાલુ રાખવું મુશ્કેલ…

બેગ્લુરુ- બેંકિંગ પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઈડર્સના પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) ઓનલાઈન પેમેન્ટમાં જીરો પ્રોસેસિંગ ચાર્જને કારણે થતાં નુકસાનની ભરપાઈ સરકાર પાસેથી ઈચ્છે છે. PCOએ ફાયનાન્સ મિનિસ્ટ્રી, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિઝર્વ બેંકને પત્ર લખીને એક ફંડની વ્યવસ્થા કરવા કહ્યું છે, જેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વહન કરવાને કારણે પેમેન્ટ કંપનીઓને થતાં નુકસાનની ભરપાઈ થઈ શકે.

2019-20ના બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે, ડિજિટલ ટ્રાન્જેક્શન પર ગ્રાહકો કે વેપારીઓ પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં નહી આવે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેક્શન સેવા માટે દુકાનદાર બેંકને આપે છે. જેનો અમુક ટકા હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આપવામાં આવે છે.

આ મુદ્દે પર પેમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાયેલી છે. પેટીએમના વિજય શેખર શર્માએ સરકારના નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે, આ કારણે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે. તો બીજી તરફ સીસીએવેન્યૂ પેમેન્ટ ગેટવેના સીઈઓ વિશ્વાસ પટેલ આમાં ફેરફાર માટે ઈચ્છે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શૂન્ય એમડીઆર થી નોન-બેંકિંગ પેમેન્ટ્સ કંપનીઓ માટે કામ ચાલુ રાખવું મુશ્કેલ થઈ જશે. એટલા માટે તેમણે એક ન્યૂનત્તમ ચાર્જની માંગ કરી છે જેથી કારોબાર ચાલતો રહે. બેંકો નફો કમાય છે. જો તે ડેબિટ કાર્ડ અને યૂપીઆઈ પેમેન્ટમાંથી પૈસા નહીં કમાઈ શકે તો તે એટીએમ ઈન્ડસ્ટ્રીની જેમ પોતાને અલગ કરી દેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં એટીએમની સંખ્યા ઝડપથી ઘટી છે. રિઝર્વ બેંકના ડેટા મુજબ દેશમાં એટીએમની સંખ્યા 2 વર્ષથી 2.2 લાખ પર અટકેલી છે.

કાઉન્સિલે કહ્યું કે, PSPs ડિજિટલ ટ્રાન્જેક્શનમાં વૃદ્ધિથી રાજસ્વ એક્ત્ર કરવાના ઈરાદાથી રેલવે, ટોલ પ્લાઝા, એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન અને સરકારી વિભાગોમાં ટર્મિનલ્સ લગાવે છે. MDR માફીથી આ કંપનીઓની આવક પર મોટી અસર પડશે, જે ટેક્નોલોજી પ્લેટફોર્મને જારી રાખવા અને ફ્રોડ્સથી સુરક્ષિત રાખવા માટે હાઈ લેવલ સિક્યોરિટી ઉપબલ્ધ કરાવવા માટે જરૂરી છે.