ઉડી એક અફવા અને મીનિટોમાં કંપનીને થયું 11,000 કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ DHFL ના સ્ટોક્સમાં વ્યાપાર દરમિયાન 60 ટકાનો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ પર DHFL ના શેર 60 ટકા જેટલા તૂટીને 246.25 રુપિયાના લો લેવલ પર આવી ગયા કે જે સ્ટોકનું 2 વર્ષનું સૌથી નીચલું સ્તર છે. શેરોમાં અચાનક આવેલા ઘટાડાથી ગણતરીની મીનિટોમાં કંપનીના 11 હજાર કરોડથી વધારે રુપિયા ડૂબી ગયા છે. જોકે મેનેજમેન્ટની કમેન્ટ બાદ રીકવરી જોવા મળી હતી. શેરમાં અત્યારે પણ 43 ટકા જેટલો ઘટાડો છે.

બજારમાં અફવા ઉડી કે DHFL દ્વારા બેન્ડ ચૂકવણીમાં ડિફોલ્ટ કરવામાં આવ્યું છે. તો લિક્વિડિટી ક્રાઈસિસ થવાના ડરથી DHFL સ્ટોકને લઈને નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું હતું. આ સીવાય મોંઘી બોન્ડ યીલ્ડથી માર્જિન ઘટવાના ડરથી સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. આ સમાચારથી DHFL સ્ટોક પછડાયો હતો. જો કે મેનેજમેન્ટે રોકાણકારોની ચિંતા જોતા કહ્યું છે કે કંપની કોઈપણ રીપેમેન્ટને લઈને ડિફોલ્ટ નથી થઈ. સિસ્ટમમાં 10 હજાર કરોડની લિક્વિડિટી ઉપ્લબ્ધ છે.

DHFL સિવાય કૈન ફિન હોમ્સ, રિલાયંસ હોમ ફાઈનાંસ, ગૃહ ફાઈનાંસ, રેપકો હોમ ફાઈનાંસ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાંસના શેર 12 થી 18 ટકા ઘટીને 52 સપ્તાહના નિચલા સ્તર પર આવી ગયા. પીએનબી હાઉસિંગ ફાઈનાંસ 9 ટકા જેટલો તૂટ્યો હતો.