નોટબંધી લાગુ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય લોકોની રોકડ જપ્ત કરવાનો નહોતોઃ જેટલી

0
1148

નવી દિલ્હી – દેશભરમાં 2016ની 8 નવેમ્બરની મધરાતથી ઓચિંતી લાગુ કરવામાં આવેલી નોટબંધીને આજે બે વર્ષ પૂરા થયા. નરેન્દ્ર મોદી સરકારે 8 નવેમ્બર, 2016ની મધરાતથી રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટોને ચલણમાંથી રદ કરાયેલી જાહેર કરી હતી.

નોટબંધી નિર્ણયની આજે બીજી વરસીએ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સરકારના તે નિર્ણયનો બચાવ કર્યો છે. ફેસબુક પોસ્ટમાં એમણે લખ્યું છે કે, નોટબંધી લાગુ કરવા પાછળ સરકારનો હેતુ લોકોએ બેન્કોમાં જમા કરાવેલી રોકડ રકમ જપ્ત કરવાનો નહોતો, પરંતુ દેશના અર્થતંત્રને સ્થિર કરવાનો અને ભારતની અંદર તથા બહાર રહેલા કાળા નાણાંના દૂષણને નાથવાનો હતો.

જેટલીએ કહ્યું છે કે નોટબંધીના અનેક લાભ મળી રહ્યા છે.

જેટલીએ લખ્યું છે કે, નોટબંધી લાગુ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય માર્કેટમાં ઉપલબ્ધ રોકડ જપ્ત કરવાનો હતો એવી એક ખોટી આલોચના કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવમાં, સરકારનો ઉદ્દેશ્ય દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો હતો અને લોકોને ટેક્સ ચૂકવવા માટે પ્રેરિત કરવાનો હતો. અને કરદાતાઓની સંખ્યા વધી રહી છે એના પરથી જ સાબિત થાય છે કે નોટબંધીનો નિર્ણય ઉચિત હતો અને સફળ રહ્યો છે.

આ છે, અરૂણ જેટલીએ ફેસબુક પર પોસ્ટ કરેલું વિગતવાર નિવેદન…

Arun Jaitley द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 7 नवंबर 2018