શોપિંગ-રેસ્ટોરન્ટ બાદ પગાર પર પણ GSTનો માર, વધી શકે છે જીએસટીનો બોજ

નવી દિલ્હીઃ હવે તમારી સેલરી પર જીએસટીની અસર જોવા મળી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અસરને લઈને દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલરી પેકેજમાં મોટા બદલાવની તૈયારીમાં છે કારણ કે હવે કર્મચારીઓની સેલરીનો બ્રેકઅપ કંપનિઓ પર ભારે પડશે. ખરીદી અને હોટલના બિલ બાદ આ અન્ય એક મોટો ઝટકો છે.

હાઉસ રેંટ, મોબાઈલ અને ટેલિફોન બિલ, હેલ્થ ઈંશ્યોરંસ, મેડિકલ બિલ, ટ્રાંસ્પોર્ટેશન જેવા ક્ષેત્રમાં સેલરીનું બ્રેકઅપ જો જીએસટીના વર્તુળમાં આવી જશે તો કંપનીઓને સેલરી પેકેજ નવી રીતે નિર્ધારિત કરવા પડશે.

વિશેષજ્ઞોએ કંપનીઓને સલાહ આપી છે કે તેઓ પોતાના એચઆર ડિપાર્ટમેંટને કર્મચારીના સેલરી બ્રેકઅપરને નવી રીતે સમજવા માટે કહે. ઉલ્લેખનીય છે કે એએઆર દ્વારા થોડા સમય પહેલા આપવામાં આવેલા નિર્ણય બાદ કંપનીઓ પોતાના કર્મચારીની સેલરીને લઈને સજાગ બની ગઈ છે અને તે પોતાની ટેક્સ દેણદારી બચાવવા માટે નવા સેલરી બ્રેકઅપ પર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે એએઆર દ્વારા એક ખાસ મામલે નિર્ણય આપવામાં આવ્યો છે કે કંપનિઓ દ્વારા કેંટીન ચાર્જના નામ પર કર્મચારીઓની સેલરીમાં કરવામાં આવતી કપાત જીએસટીના વર્તુળમાં હશે. આ નિર્ણય બાદ જાણકારોનું માનવું છે કે કંપનિઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવી રહેલી ઘણી સુવીધાઓ કે જેની આડમાં સેલરીમાં કપાત કરવામાં આવે છે તેને જીએસટીના વર્તુળમાં લાવવામાં આવશે.