સ્ટીલ પર ટેરીફ વધારવાના અમેરિકાના નિર્ણયને ચીને WTO માં પડકાર્યો

જિનેવાઃ ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ડયૂટી વધારવાના નિર્ણયને WTOમાં પડકાર્યો છે. ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર વચ્ચે વ્યાપાર સાથે જોડાયેલા વ્યાપક મુદ્દાઓ પર મતભેદ છે અને તેમાં આ ડયૂટીનો સમાવેશ થાય છે.ટ્રમ્પે પ્રાઉદ્યોગિક નીતિને લઈને ચાલી રહેલા વિવાદમાં ચીનની 50 અબજ ડૉલરની વસ્તુઓ પર ડયૂટી વધારવાની ચેતવણી આપી છે. ડબલ્યૂટીઓ અનુસાર ચીને સ્ટીલ અને એલ્યુમિનિયમ વિવાદમાં અમેરિકા સાથે 60 દિવસના વિચાર-વિમર્શનો આગ્રહ કર્યો છે.

જો આ પ્રયાસ નિષ્ફળ રહેશે તો ચીન આગળના પગલા સ્વરૂપે વેપાર વિશેષજ્ઞોની એક પેનલ સાથે આના પર વ્યવસ્થા આપવાનો આગ્રહ કરી શકે છે. ચીનનો આરોપ છે કે ટ્રમ્પનો સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકાથી વધારે ડ્યૂટી લગાવવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન છે.

સ્ટીલ અને એલ્યુમિનિયમ ચીનની એવી ઈન્ડસ્ટ્રીઝમાં શામેલ છે કે જ્યાં સપ્લાયની માંગ વધારે છે. ચીનના વ્યાપારીક ભાગીદારોની ફરીયાદ છે કે તેમની મિલો પોતાના સરપ્લસને યોગ્ય રીતે સાવ ઓછી કીંમતો પર નિકાસ કરે છે જેનાથી અમેરિકા અને યુરોપમાં નોકરીમાં જોખમ ઊભું થયું છે.

આમ તો અમેરિકા ચીન પાસેથી ખુબ જ ઓછું સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત કરે છે, પરંતુ થોડા સમય પહેલા આયાત કરમાં કરવામાં આવેલા વધારા દ્વારા અમેરિકા પેઈચિંગને પોતાના ઉત્પાદકોને આપવામાં આવી રહેલી સબસિડી વિરૂદ્ધ સંદેશ આપવા માંગે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકા દ્વારા ટેરિફ વધારવામાં આવ્યું તેનો જવાબ આપવા માટે ચીને અમેરિકાથી આયાત થતી કેટલીક વસ્તુઓ પર ડ્યૂટી વધારવાની ચેતવણી આપી છે.