હવેથી આ સેવાઓના નાણાં વસૂલશે એરલાઈન્સ…

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો અને જેટ એરવેઝે રેવન્યૂ વધારવા અને કોસ્ટ ઘટાડવા માટે પોતાની સ્ટ્રેટજીમાં બદલાવ કર્યો છે. ઈન્ડિગોએ પ્રત્યેક સીટ માટે એક પ્રાઈઝની શરુઆત કરીને વેબ ચેક-ઈનને ચાર્જેબલ બનાવી દીધી છે. આનો અર્થ એ છે કે જો તમે એરપોર્ટ પર લાંબી લાઈનોથી બચવા માટે વેબ ચેક-ઈન કરો છો તો તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે.

ઈન્ડિગો ડોમેસ્ટિક માર્કેટની કિંગ છે અને આનો માર્કેટના 43 ટકા હિસ્સા પર કબ્જો છે. આવામાં અન્ય લો કોસ્ટ કેરિયર પણ આ પ્રકારના નિર્ણય લઈ શકે છે. બીજી બાજુ જેટ એરવેઝે ઈકોનોમી ક્લાસમાં યાત્રા કરનારા પોતાના જેટ પ્રિવલેજ લોયલ્ટી પ્રોગ્રામ માટે મેમ્બર્સને જણાવ્યું છે કે તે હવે તેની લોન્જ(રેસ્ટ રુમ)નો ઉપયોગ નહી કરી શકે.

ઈન્ડિગોએ જણાવ્યું છે કે અમારી સંશોધિત પોલિસી અનુસાર વેબ ચેક-ઈન માટે તમામ સીટો ચાર્જેબલ હશે. વિકલ્પ સ્વરુપે તમે એરપોર્ટ પર ફ્રી ચેક-ઈન કરી શકો છો. સીટ તેની ઉપ્લબ્ધતા અનુસાર આપવામાં આવશે.

એક પેસેન્જરની સીટ પસંદગીના આધાર પર પ્રાઈઝ 200 રુપિયાથી 1000 રુપિયા વચ્ચે છે. પ્રથમ કતારની સીટો અને ઈમર્જન્સી સીટો સાથે વધારે લેગ સ્પેસ હોવાના કારણે તેનો ચાર્જ અન્ય સીટોથી વધારે હોય છે. વેબ ચેક-ઈન ચાર્જેબલ હોવાનો અર્થ એ છે કે જો તમે એકલા અથવા ગ્રુપમાં પ્રવાસ કરી રહ્યા છો ત્યારે કાં તો તમે અલગ-અલગ બેસો અથવા ફ્રી મિડલ રોની પસંદગી કરો.

પરંતુ જો તમે વેબ ચેક-ઈન કર્યું તો આના માટે તમારે ચૂકવણી કરવી પડશે. ઈન્ડિગોમાં જો તમે પહેલી, 12મી, 13મી પંક્તિમાં કોઈ સીટની પસંદગી કરો છો તો તમારે 600 રુપિયા ચૂકવવા પડશે. બીજીથી દસમી રો સીટ માટે 300 રુપિયા અને 11મી રો અથવા પછી 14મી થી લઈને 20મી રોની સીટ માટે 200 રુપિયા ચૂકવવા પડશે.

સીટ પસંદ કરવા પર ચાર્જ લગાવવાની એરલાઈનની જાહેરાતને લઈને પેસેન્જર્સે ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

જેટ એરવેઝે જણાવ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી રહેવાથી અને રુપિયામાં કમજોરીને લઈને ઘણા મહિનાઓથી એવિએશન ઈન્ડસ્ટ્રી પર દબાણ છે. તો આ સાથે જ માર્કેટમાં વધારે કેપેસિટીની સ્થિતી છે. જેટ એરવેઝ અનુસાર ખૂબ જ પડકારરુપ વ્યાપારી સ્થિમાં અમારે કોસ્ટને વ્યાજબી સ્તર પર લાવવાના ઘણા પ્રયત્નો કરવા પડી રહ્યા છે.

જેટએરવેઝે જણાવ્યું કે વેલ્યુએબલ કસ્ટમર્સને અસુવિધા માટે જેટને માફ કરશો. કંપની વર્તમાન સ્થિતીને પહોંચી વળવા માટેને ટકાઉ રસ્તો કાઢવાની કોશીશમાં જોતરાયેલી છે. ત્યારે આ વચ્ચે તેમનો વિચાર જાણવા ઈચ્છે છે. જેટ એરવેઝ ઈકોનોમી ક્લાસથી પણ પ્રવાસ કરનારા પ્લેટિનમ અને ગોલ્ડ સ્ટેટસ વાળા જેટ પ્રિવલેંજ મેમ્બર્સને એરપોર્ટ્સ પર પોતાના લોન્જની સુવિધા આપી રહી છે. તેણે પોતાના પેસેન્જર્સને આ પોલિસીમાં બદલાવની જાણકારી ગત સપ્તાહે આપી હતી. જેટ એરવેઝ મોટી ખોટનો સામનો કરી રહી છે અને આનાથી ઉભરવા માટે તે ઘણા ઉપાયોની યોજના બનાવી રહી છે.