આજથી બદલાયા ઘણા નિયમો, તમારા ખીસ્સા પર પડશે સીધી અસર…

નવી દિલ્હીઃ બેંકો સાથે જોડાયેલા ઘણા બદલાવ આજથી લાગુ થઈ રહ્યા છે. કેટલાક બદલાવો ગ્રાહકોને રાહત આપનારા છે તો કેટલાકમાં ખર્ચ વધુ થઈ શકે છે. એકબાજુ NEFT અને RTGS પૂર્ણ થવાના કારણે ઓનલાઈન ટ્રાંઝેક્શનને વેગ મળશે તો બીજી બાજુ એસબીઆઈ પાસેથી હોમ લોન લેનારા ગ્રાહકોને રેપો રેટ ઓછો થવાનો લાભ મળી શકે છે.

આ સીવાય, બેઝીક અકાઉન્ટ હોલ્ડર્સને પહેલાથી વધારે સુવિધાઓ પ્રાપ્ત થશે. ત્યારે હવે પેટીએમથી ટ્રાંઝેક્શન મોંઘુ થવા જઈ રહ્યું છે અને બચત યોજનાઓના વ્યાજ દરો પર પણ કાતર ફેરવાઈ શકે છે. આ સીવાય કારની કીંમતો આજથી વધવા જઈ રહી છે. તો બીજી તરફ આજથી એલપીજી ગેસની કીંમતોમાં ઘટાડો થઈ ગયો છે. આવો નજર કરીએ કેટલાક બદલાવો પર.

આરબીઆઈએ આરટીજીએસ અને એનઈએફટી દ્વારા પૈસા ટ્રાંસફર કરવા પર લાગનારા ચાર્જને 1 જુલાઈથી ખતમ કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક NEFT દ્વારા પૈસા ટ્રાંસફર કરવા માટે 1 રુપિયાથી 5 રુપિયા જેટલો ચાર્જ લે છે, તો આરટીજીએસની રકમ ટ્રાંસફર કરવા માટે તે 5 થી 50 રુપિયા ચાર્જ કરે છે.

SBI 1 જુલાઈથી પોતાની હોમ લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડી દેશે. સ્પષ્ટ છે કે જો દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટમાં બદલાવ થયો તો એસબીઆઈ હોમ લોનના વ્યાજ દરોમાં પણ તેના અનુસાર વધારો ઘટાડો થશે.

બેંકોમાં બેઝિક અકાઉન્ટ રાખનારા ગ્રાહકોને પણ ચેકબુક અને અન્ય સુવિધાઓ ઉપ્લબ્ધ થશે. બેંક આ સુવિધાઓ માટે ખાતાધારકોને કોઈ ન્યૂનતમ રકમ રાખવા માટે ન કહી શકે.

સબસિડી વાળઆ ઘરેલૂ એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રુપિયા પ્રતિ સિલિન્ડર ઘટી ગયો છે. એક જુલાઈથી દિલ્હીમાં ઘરેલુ ઉપયોગમાં લેવાતો સિલિન્ડર 637 રુપિયામાં ઉપ્લબ્ધ હશે. સબસિડીયુક્ત ઘરેલુ સિલિન્ડર માટે પણ રિફિલ લેતા સમયે 100.50 રુપિયા ઓછા આપવા પડશે. સબસિડી યુક્ત સિલિન્ડરના ઘરેલુ ગ્રાહકોને એક જુલાઈથી રિફિલ પ્રાપ્ત થવા પર 737.50 રુપિયાની જગ્યાએ 637 રુપિયા જ આપવા પડશે.

જો તમે પીપીએફ, સુકન્યા યોજના અથવા નેશનલ સેવિંગ સ્કીમ અંતર્ગત રોકાણ કરો છો તો આપને 1 જુલાઈથી મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો અનુસાર મોદી સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરોમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. સરકાર જલ્દી જ આને લઈને નોટિફિકેશન જાહેર કરી શકે છે. આ ઘટાડો જુલાઈ-સપ્ટેમ્બરની અવધી માટે 0.30 ટકા સુધી હોઈ શકે છે.

એક જુલાઈથી પેટીએમ યુઝ કરવું મોંઘુ થઈ જશે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પર 1 ટકા, ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પર 0.9 ટકા અને નેટ બેંકિંગ અને યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા ટ્રાંઝેક્શન પર 12 થી 15 રુપિયા સુધી ચાર્જ આપવો પડશે.

ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના પેસેન્જર વ્હીકલ્સની કીંમતમાં 36,000 રુપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના આ નિર્ણય બાદ મહિન્દ્રા સ્કોર્પિયો, બોલેરો, એક્સયૂવી 500 જેવી ગાડીઓ મોંઘી બની જશે. આ જ પ્રકારે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પોતાની લોકપ્રિય કેમ્પૈક્ટ સેડાન કાર ડિઝાયરની કીંમતમાં 12,690 રુપિયા સુધીનો વધારો કર્યો છે.