વડાપ્રધાન મોદીને દેશ-વિદેશમાંથી મળેલી ભેટ ખરીદવાની તક, કામમાં લેવાશે ધન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાં પ્રવાસ દરમિયાન ઘણા પ્રકારના સ્મૃતિ ચિહ્ન મળે છે. આ સ્મૃતિ ચિહ્નોને વિદેશ મંત્રાલયના તોષખાનામાં જમા કરી દેવામાં આવે છે. પરંતુ હવે તમે આ સ્મૃતિ ચિહ્નોને ખરીદી શકો છે. હકીકતમાં એક ખાસ ઉદ્દેશ્યથી સરકારે આ સ્મૃતિ ચિહ્નોને વેચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આવો આપને જણાવીએ કે આપ આ સ્મૃતિ ચિહ્વોને કેવી રીતે ખરીદી શકો છો.

સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વડાપ્રધાનને મળેલા સ્મૃતિ ચિહ્નોના વેચાણ માટે એક નિલામીનું આયોજન કરવામાં આવશે. આ નીલામી 27 અને 28 જાન્યુઆરીના રોજ થશે. નીલામીમાં ભાગ લેવા માટે આપને રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય જવાનું રહેશે. નીલામી બપોરે 12 વાગ્યાથી શરુ થશે. આ સીવાય આપ 29 થી 31 જાન્યુઆરી સુધી ઈ-નીલામી દ્વારા પણ વડાપ્રધાનને મળેલા સ્મૃતિ ચિહ્ન માટે બોલી લગાવી શકે છો. ઈ નીલામી httpss://pmmementos.gov.in પોર્ટલ પર થશે.

આ નીલામીથી એકત્ર થનારા પૈસાનો ઉપયોગ દેશહિતમાં કરવામાં આવશે. જાણકારી અનુસાર, આ પૈસાનો ઉપયોગ ગંગાની સફાઈ કરવા માટે નમામિ ગંગે પરિયોજનામાં કરવામાં આવશે. આ આ નીલામીના સંબધમાં વિસ્તૃત જાણકારી આપ httpss://pmmementos.gov.in પર જઈને પ્રાપ્ત કરી શકો છો.

વિદેશ મંત્રાલયના તોષખાના વિભાગ અનુસાર જુલાઈ 2017 થી જૂન 2018ના સમયગાળામાં વિભિન્ન વિદેશ યાત્રાઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશરે 12 લાખ 57 હજાર રુપિયાની કીંમતના 168 ઉપહાર મળ્યા છે. આ વિદેશ યાત્રાઓમાં વડાપ્રધાન મોદીને ઉપહારો સાથે ઘણા સ્મૃતિ ચિહ્ન પણ મળ્યા છે. હવે સરકારે આ સમૃતિ ચિહ્નોને નીલામી દ્વારા વેચીને નમામિ ગંગે પરિયોજના માટે રકમ એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી છે.