શેરબજારની નરમાઈને બ્રેકઃ સેન્સેક્સ 322 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં નરમાઈ પર બ્રેક વાગી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ફેકટરને પગલે ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવેસરથી લેવાલી નિકળી હતી. માર્ચ ફ્યુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હોવાથી બ્લુચિપ શેરોમાં તેજીવાળા ખેલાડીઓએ નવેસરથી લેવાલી કાઢી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 322.65(0.95 ટકા) ઉછળી 34,142.15 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 108.35(1.04 ટકા) ઉછળી 10,491.05 બંધ થયો હતો.

માર્ચ એફ એન્ડ ઓના પ્રથમ દિવસે માર્કેટ મજબૂત મથાળે જ ખુલ્યું હતું. નેગેટિવ કારણોનો અભાવ હતો. એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેથી તેજીવાળા ખેલાડીઓએ નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી. આજે તમામ સેકટરના શેરોમાં લેવાલી હતી, પણ સૌથી વધુ મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં ભારે ખરીદીથી નોંધપાત્ર તેજી થઈ હતી.

  • લાર્સન ટુબ્રોને રુ.1266 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • જેએસડબ્યુ ગ્રુપે દેવામાં ડુબેલી જેપી ઈન્ફ્રાટેક કંપનીને ખરીદવા માટે સૌથી વધુ રુ.9900 કરોડની બોલી લગાવી છે.
  • એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હતા, પણ બપોરે યુરોપના સ્ટોક માર્કેટ માઈનસમાં ખુલ્યા હતા.
  • ચૂંટણી ફંડ માટે પહેલી માર્ચથી ઈલેક્ટોરલ બોન્ડ વેચાવાનું શરૂ થશે. ચૂંટણી ફંડને પારદર્શી બનાવવાની દિશામાં આ સૌથી મોટુ પગલુ માનવામાં આવી રહ્યું છે.
  • ફોર્ટિસ હેલ્થના શેરમાં આજે ઉછાળો આવ્યો હતો. પીઈ ફર્મ ટીપીજી ફોર્ટિસ હેલ્થ અને મનીપાલના મર્જરની યોજનામાં છે. જેના માટે રુ.5 હજાર કરોડના રોકાણની તૈયારમાં છે.
  • અમેરિકાની રેગ્યુલેટરીએ ઓરબિન્દો ફાર્માના યુનિટ-4માં કેટલાક વાંધા જાહેર કરીને ફોર્મ 483 ઈસ્યૂ કર્યું છે. તેમજ બીજી એપ્રિલથી ઓરબિન્દો ફાર્મા નિફટીથી બહાર જતી રહેશે.
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સરકારને પ્રેફરન્શિયલ શેર ઈસ્યૂ કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. બેંકની બોર્ડે રુ.4,840 કરોડ રુપિયાના શેર ઈસ્યૂ કરવા મંજૂરી આપી દીધી છે. બેંક સરકારને પ્રતિશેર રુ.79.06ના ભાવે 61.2 કરોડ શેર ઈસ્યૂ કરશે.
  • યુએસએફડીએ સન ફાર્માના હાલોલ પ્લાન્ટ માટે 3 વાંધા રજૂ કર્યા છે, અને ફોર્મ 483 રજૂ કર્યું છે.
  • ભારતીય આઈટી કંપનીઓ માટે નેગેટિવ સમાચાર છે. અમેરિકાએ એચવન બી વિઝાના નિયમોને કડક કર્યા છે. દસ્તાવેજો સાથે સંકળાયેલ પ્રક્રિયાને વધુ કડક કરી છે.
  • પીએનબી કૌભાંડમાં ઈન્સ્ટિયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાએ પીએનબી અને ગીતાજંલીના ઓડિટર્સને કારણદર્શક નોટિસ પાઠવી છે.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ટાટા સ્ટીલ(6.31 ટકા), સન ફાર્મા(5.21 ટકા) યુપીએલ(3.72 ટકા), ટેક મહિન્દ્રા(3.13 ટકા) અને વેદાન્તા(2.81 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરઃ ગેઈલ(1.66 ટકા), એશિયન પેઈન્ટ(1.46 ટકા), આઈસર મોટર(0.54 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(0.46 ટકા) અને ઈન્ફોસીસ(0.44 ટકા).