બજેટ 2018: 3 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી અને કંપની કરમાં કપાતની શક્યતા

નવી દિલ્હીઃ મોદી સરકાર એક ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે પોતાનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ વર્ષે થનારી આઠ વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે એવામાં સરકાર પણ જનતા માટે લોભામણી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

વધી શકે છે કે કરમુક્ત આવકની મર્યાદા

ઉદ્યોગ તેમજ આર્થિક ક્ષેત્રના વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી બજેટમાં કરમુક્ત આવકની મર્યાદા વધારીને અઢીથી ત્રણ લાખ રૂપીયા કરવામાં આવી શકે છે. તો આ સાથે જ કંપની કરના મુલ્યમાં વર્તમાન 30-34 ટકાથી ઘટાડીને 28 ટકા પર લાવવામાં આવી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી બજેટમાં કૃષી ક્ષેત્રમાં રોકાણ અને મોટી પરિયોજનાઓ પર ખર્ચ વધારવા પર જોર આપવામાં આવશે જેથી રોજગાર માટે નવા અવસરો ઉભા કરી શકાય.

3 થી 5 લાખ રૂપિયા થઈ શકે છે પ્રથમ સ્લેબ

વિશેષજ્ઞોના મત અનુસાર જેટલી આયકર સ્લેબમાં કેટલાક બદલાવ કરી શકે છે. ત્રણ લાખ રૂપીયાની આવકને સંપૂર્ણ પણે કરમુક્ત કરવામાં આવી શકે છે. અત્યારે વાર્ષીક અઢી લાખ રૂપીયા સુધી વાર્ષીક આવક કરમુક્ત છે જ્યારે અઢીથી 5 લાખ રૂપીયાની આવક પર 5 ટકા જેટલો ટેક્સ લાગે છે. ત્યારે નાણાપ્રધાન આ સ્લેબને ત્રણ થી વધારીને પાંચ લાખ રૂપીયા કરે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ 5 થી 10 લાખ રૂપીયાની આવક પર 20 ટકા ટેક્સ અને દસ લાખ રૂપીયાથી વધારે આવક પર 30 ટકા જેટલો ટેક્સ વસુલવામાં આવે તેવી શક્યાતાઓ છે.

પેટ્રોલ ડીઝલના ઉત્પાદનની કીમતમાં થઈ શકે છે કપાત

સરકાર પેટ્રોલ ડિઝલ પર મેન્યુફેક્ચરીંગ રેટમાં ઘટાડો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાની સાથે જ સ્થાનીક બજારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે ત્યારે આવામાં પેટ્રોલીયમ મંત્રાલયે પણ પેટ્રોલિયમ પદાર્થો પર ઉત્પાદનની કિંમતમાં ઘટાડો કરવાની માંગ કરી છે.

સાર્વજનિક રોકાણ અને રોજગારના અવસરોમાં કરવો પડશે વધારો

વિશેષજ્ઞોનું માનીએ તો કૃષિ ક્ષેત્રમાં સાર્વજનિક રોકાણ અને રોજગારના અવસરો વધારવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આના માટે નિર્માણ કાર્ય, ખાદ્ય પ્રસંસ્કરણ, કાપડ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી રોજગારની સાથે આર્થિક ગતિવિધિઓમાં વેગ પ્રાપ્ત થઈ શકે. બજેટમાં નાણાપ્રધાન કંપનિઓ માટે ડીડીટી  સમાપ્ત કરી શકે છે.

કંપનીના પ્રમોટરો સહિત ઘણા એવા રોકાણકારો છે જેમને લાભાંશના રૂપમાં મોટી રકમ પ્રાપ્ત થાય છે જેના પર તેમને કોઈ કર આપવો પડતો નથી. વર્તમાન વ્યવસ્થામાં કંપનીઓને લાભ પર કંપનીના કર આપવાની સાથે સાથે લાભાંશ વિતરણ કર પણ ચૂકવવો પડે છે. તો આ સિવાય લાભાંશ પ્રાપ્ત કરનારા વ્યક્તિ પર કોઈ કર નથી ચૂકવવો પડતો. આગામી બજેટમાં આ વ્યવસ્થા બદલી શકે છે. લાભાંશ પ્રાપ્ત કરનારા વ્યક્તિને કર ચૂકવવો પડી શકે છે.