પેટીએમના સંસ્થાપક પાસેથી 20 કરોડ પડાવવાનું ષડયંત્ર, યુવતી સહિત 3 ઝડપાયાં

નવી દિલ્હીઃ પેટીએમના ત્રણ કર્મચારીઓની ઈ-વોલેટ કંપનીના સંસ્થાપક વિજય શેખસ શર્માને ચોરી કરવામાં આવેલા વ્યક્તિગત આંકડાઓ અને ખાનગી જાણકારીનો ખુલાસો કરવાની ધમકી આપવા તથા તેમની પાસેથી 20 કરોડ રુપિયા પડાવી લેવાની કોશિષ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નોયડા પોલીસે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જે આ પ્રયત્નની કથિત રીતે સુત્રધાર છે. મહિલા શર્માની સચિવ છે. ત્રણેય લોકોએ કંપનીને નુકસાન પહોંચાડવા તેમજ તેની છબી ખરાબ કરવા માટે આંકડા લીક કરવા તેમજ જાણકારીનો દુરુપયોગ કરવાની ધમકી આપી હતી. કંપનીનું મુખ્યાલય નોએડામાં છે અને કંપનીના ત્રણ કર્મચારીઓને સેક્ટર 20 પોલીસ સ્ટેશનની એક ટીમે અટકમાં લીધા છે. આ મામલે ચોથો આરોપી ફરાર છે.

ગૌતમ બુદ્ધ નગરના વરિષ્ઠ પોલિસ અધીક્ષક અજય પાલ શર્માએ આ મામલે જણાવ્યું કે પેટીએમના માલિકે પોલિસને ફરિયાદ કરી હતી કે તેમના કર્મચારીઓએ કેટલાક આંકડા ચોરી લીધા છે અને હવે તેઓ બ્લેકમેલ કરી રહ્યા છે. તે લોકો આને લીક ન કરવા માટે 20 કરોડ રુપિયા માંગી રહ્યા છે. શર્માએ જણાવ્યું કે મામલાની ગંભીરતા જોતા આની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી. આ પોલીસ ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ પાસે ચોરી કરવામાં આવેલો મહત્વપૂર્ણ ડેટા મળી આવ્યો છે.

પ્રતીક લોરીયલ સોસાયટી સેક્ટર 120માં રહેતી સોનિયા ધવન કંપનીમાં વાઈસ પ્રેસીડેન્ટ હતી. તે કંપનીમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલી હતી. આરોપ છે કે સોનીયાએ સાજિશ અંતર્ગત તેમના ભાઈના મોબાઈલ નંબર અને કમ્પ્યુટરથી ખાનગી અને પર્સનલ ડેટા ચોરી કી લીધો હતો. સોનિયા વિજય શેખરની પર્સનલ સચિવ હોવાના કારણે હંમેશા તેમની સાથે રહેતી હતી અને કંપનીના તમામ કામ મામલે પણ સોનીયા પાસે જાણકારી હોતી હતી. તેને મોબાઈલ અને કમ્પ્યુટરનો પાસવર્ડ પણ ખ્યાલ હતો. આનો ફાયદો ઉઠાવતા તેણે પર્સનલ ડેટા ચોરી કરી લીધો હતો.