ફ્લેટ આપવામાં જેટલું મોડું કરશે એટલી વધુ નુકસાની આપવી પડશે

નવી દિલ્હીઃ ઘર ખરીદતા સમયે બિલ્ડર સાથે સાઈન કરવામાં આવનાર મોટાભાગના સમજૂતી પત્રોમાં વળતરની શરતોનો ઉલ્લેખ હોય છે. આ અનુસાર જો બિલ્ડર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મોડુ કરે તો તેને 5 રુપિયા પ્રતિ સ્ક્વેરફૂટના હિસાબથી નુકસાની ભરવી પડે છે. પરંતુ જો આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઓછી વાર લાગે તો તેને માફ કરી શકાય છે પરંતુ જ્યારે પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી પડે તો ઘર હોમ બાયર્સ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.નેશનલ કન્ઝ્યુમર કમિશને આ સમસ્યાને ધ્યાનમાં રાખતા જણાવ્યું છે કે જો ફ્લેટ આપવામાં અતાર્કિક અવધી સુધી મોડુ થયું તો બિલ્ડર્સ પાંચ રુપિયા વાળા પ્રાવધાનની આડ લઈને બચી નહી શકે. આવી સ્થિતીમાં હોમ બાયર્સ દંડની રકમ વધારવાની માંગણી કરી શકે છે. તે સમયે બાયર્સને પઝેશન આપ્યા બાદ દંડ આપવો પડશે અથવા બાયર પોતાની રકમ પાછી લેવા ઈચ્છે તો તેને નુકસાની સાથે આખી રકમ પાછી આપવી પડશે.

આયોગે ફ્લેટનું પઝેશન આપવામાં 36 મહીના સુધી મોડુ થાય તે એમ્માર એમજીએફને આદેશ આપ્યો છે કે તે 5 લાખ રુપિયાની નુકસાની સાથે ગ્રાહકને તેની પૂર્ણ રકમ પાછી આપે. એનસીડીઆરસીએ જણાવ્યું કે ફ્લેટ આપવામાં અનિશ્ચિતકાળ સુધી મોડુ ન કરી શકાય. થોડાક સમય માટે ફ્લેટનું પઝેશન આપવાની પ્રક્રિયા ટળી જાય તો તે વાત સમજી શકાય છે.

પ્રોજેક્ટ લટકવાની વધી રહેલી સમસ્યાથી રીયલ એસ્ટેટ માર્કેટનોં મીજાજ પણ બગડી ગયો છે. એક સર્વે અનુસાર માત્ર 5 ટકા ગ્રાહકો જ નવા પ્રોજેક્ટમાં પૈસા લગાવવા માટે તૈયાર છે જ્યારે 49 ટકા લોકો તૈયાર થયેલા મકાનો જ ખરીદવા ઈચ્છે છે. તો 46 ટકા લોકો તે પ્રોજેક્ટ્સમાં પણ મકાન ખરીદવાની હિંત કરી રહ્યા છે કે જે એક વર્ષની અંદર પૂર્ણ થઈ જાય.