બેટરીથી ચાલનારુ પહેલું ક્રેડિટ કાર્ડ, બટન દબાવતા જ મળશે આ સુવિધાઓ

નવી દિલ્હીઃ અત્યાર સુધી આપણે મૈગસ્ટ્રિપ અને ઈએમવી ચીપ વાળા ડેબિટ કાર્ડ મામલે સાંભળ્યું છે. પરંતું શું તમે બેટરીથી ચાલનારા ક્રેડિટ કાર્ડ વિશે સાંભળ્યું છે? જી હાં તો હવે આવી ગયું છે બેટરીથી ચાલનારુ અનોખુ ક્રેડિટ કાર્ડ. ઈન્ડસઈન્ડ બેંકે બેટરી વાળુ પહેલું અનોખુ ક્રેડિટ કાર્ડ કાઢ્યું છે.

ઈન્ડસઈન્ડ બેંકનું નેક્સ્ટ ક્રેડિટ કાર્ડ બેટરીથી ચાલનારું દેશનું પ્રથમ ક્રેડિટ કાર્ડ છે. જો તમારી પાસે આ કાર્ડ હશે તો તમારે ઈએમઆઈ પર સામાન ખરીદવા માટે ક્સ્ટમર કેરમાં ફોન કરવાની જરુર નહી રહે. તમે જ્યારે ઈચ્છો ત્યારે ઈએમઆઈ પર શોપિંગ કરી શકો છો. તો આ સીવાય તમે જ્યારે ઈચ્છો ત્યારે રિવોર્ડ પોઈન્ટ ખર્ચ કરી શકો છો. આ તમામ કામ તમે આ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકો છો.

હકીકતમાં મોડર્ન ટેક્નોલોજીથી બનેલા આ ક્રેડિટ કાર્ડમાં કેટલાક બટન લાગેલા છે. આમાં ત્રણ મુખ્ય બટન છે. જે થકી તમે અલગ અલગ સુવિધાઓનો ઉપયોગ કરી શકશો.

આનો અર્થ એ છે કે જ્યારે તમે શોપિંગ કરો છો અને બાદમાં ઈએમઆઈ દ્વારા ચૂકવણી કરવા ઈચ્છો છો. રિવોર્ડ પોઈન્ટને યૂઝ કરવા માંગો છો અથવા ક્રેડિટ કાર્ડથી સીધો ખર્ચ કરવા માંગો છો. ટૂંકમાં એટલું કહી શકાય કે તમે જે વિકલ્પ પસંદ કરવા ઈચ્છો છો તેની સામે વાળા બટનને પ્રેસ કરો. અને જેવું તમે બટન દબાવશો કે તરત જ એક નાની લાઈટ થશે.

આમાં તમને દરેક ક્રેડિટ કાર્ડની જેમજ અલગ-અલગ સુવિધાઓ મળે છે. આમાં તમાને ફ્યૂલ સરચાર્જ વેવર,  ઓટો અસિસ્ટ સહિતના ઘણા ફિચર મળે છે. જો તમે આ ક્રેડિટ કાર્ડ લેવા માટેની માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે માહિતી ઈન્ડસઈન્ડ બેંકની વેબસાઈટ પર આપને પ્રાપ્ત થશે. તે વેબસાઈટ પર આપને કાર્ડને લગતી તમામ જાણકારીઓ પ્રાપ્ત થશે.