ડરના માર્યાં 2100 કંપનીઓએ ચૂકવી દીધી 83,000 કરોડ રુપિયાની બેંક લોન

0
1490

નવી દિલ્હી- જાણીજોઇને બેંક લોન ન ચૂકવનારી કંપનીઓએ પોતાની કંપની જ ખોવી પડે તેવો કાયદો આવી ગયો છે. ત્યારે નાક દબાતાં મોં ખુલે એ ન્યાયે દેશભરની કુલ 2100 કંપનીઓએ 83,000 કરોડ રુપિયાની બાકી બેંક લોન ચૂકવી દીધી હોવાનું સામે આવ્યું છે.આઈબીસી હેઠળ કાર્યવાહી શરુ થાય એ પહેલાં કંપનીઓએ પહેલ કરીને નાણાં ચૂકવી દીધા હોવાનું કંપની મંત્રાલય દ્વારા ભેગાં કરાયેલાં આંકડામાં આ વાત સામે આવી છે.

આઈબીસીમાં કરાયેલા ફેરફાર મુજબ નેશનલ કંપની લો ટ્રીબ્યૂનલમાં કાર્યવાહી શરુ થાય પછી કોઇપણ કંપની માટે બોલી લગાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેનાથી બેંકોને એનપીએ ઘોષિત કરવી પડે છે. ઈએમઆઈ 90 દિવસ સુધી રોકાય તો તેને એનપીએ ઘોષિત કરવામાં આવે છે.

આ ફેરફારનો મોટો વિરોધ કંપનીઓએ કર્યો હતો. કારણ કે એસ્સાર ગ્રુપના રુઇયા, ભૂષણ ગ્રુપના સિંઘલ અને જયપ્રકાશ ગ્રુપના ગૌડ જેવા જાણીતાં ઉદ્યોગગૃહોને રીઝોલ્યૂશન પ્રોસેસમાં ભાગ લેવાથી અટકાવી દેવામાં આવ્યાં હતાં. મોટા પ્રમાણમાં કંપનીઓ અયોગ્ય ઘોષિત થતાં લીલામ થતી કંપનીઓ માટે મોટી બોલી નથી લાગી શકતી.

જેના જવાબમાં સરકારે કહ્યું કે કંપની પ્રમોટર્સ બેંકોને ચૂનો લગાવી પોતાની જ કંપનીઓને ઓછા દામમાં પાછી ખરીદી લે તે નહીં ચલાવી લેવાય. જોકે રાહતરુપે સરકારે બેંકોની લોન ચૂકવી આપતાં કંપની પ્રમોટરોને બોલી લગાવવાની મંજૂરી આપી છે. આ કારણે લોન ડીફોલ્ટ્ર્સ પર વાસ્તવિક દબાણ બનાવી લોનના નાણાં વસૂલી શકાયાં છે. ભારતના લોનજગતમાં આઈબીસીના કારણે લોન લેવાની અને ચૂકવવાની આર્થિક સંસ્કૃતિ આ રીતે બદલાઇ રહી