દેવામાં ડૂબેલી કંપનીઓ ઘરનું ઘર આપવાના સરકારના સ્વપ્નને સાકાર કરી શકે છે

નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી કંપનીઓ સરકારના બધાંને સસ્તું ઘર આપવાના સ્વપ્નને પૂરું કરવામાં મદદ કરી શકે છે. જાણકારોનું માનીએ તો જે કંપનીઓ દેવામાં ડૂબી ગઈ છે તે કંપનીઓની ઉપયોગમાં ન આવેલી ઈન્ડસ્ટ્રિયલ જમીનને અફોર્ડેબલ હાઉસિંગમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે પરંતુ તે માટે રાજ્ય સરકારોની સહમતી જરુરી હશે.

જો સસ્તી આવાસ યોજનાઓ આવી જમીનો પર બને છે તો લોન રિકવર કરવાની રીતો શોધી રહેલી બેંકોને લાભ થશે સાથે જ સમાજના ગરીબ લોકોને પણ ઘર મળવાથી ફાયદો થશે. પરંતુ સમસ્યા એ છે કે ઈંડસ્ટ્રીયલ જમીનનો ઉપયોગ આવાસીય પરિયોજનાઓમાં ન થઈ શકે, આના માટે સરકારોની મંજૂરી જરૂરી છે.

આમ્રપાલી મામલે સુપ્રીમ કોર્ટે ગ્રુપથી તમામ હોમબાયર્સને ફ્લેટ ઉપ્લબ્ધ કરાવવા માટેના પ્લાનને જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સુત્રોનું માનીએ તો દેવામાં ડુબેલી કંપનીઓને અફોર્ડેબલ હાઉસિંગમાં ઉપયોગ કરવો બેંકો, કંપનીઓ અને સમાજના ગરીબ તબક્કા સહિત તમામ માટે યોગ્ય હશે.

સરકાર પણ પોતાના અફોર્ડેબલ હાઉસિંગના ટાર્ગેટને પૂરો કરી શકશે. કંપનીના વર્કર્સને પણ ઘર ઓફર કરવાનો વિકલ્પ મળી રહેશે અને 2022 સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર આપવાના સરકારના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદ મળશે.