નીરવ મોદી ફ્રોડથી PNBને સાન આવી, લેટર ઓફ ગેરંટીની સીસ્ટમ બદલી

નવી દિલ્હીઃ નીરવ મોદી પાસેથી 13000 કરોડનો ઝાટકો ભોગવી ચૂકેલી પંજાબ નેશનલ બેંક હવે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે તેમ ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે. બેંક હવે લેટર ઓફ ગેરંટી મોકલવા મામલે એકસ્ટ્રા એલર્ટ થઈ ગઈ છે. બેંકે તમામને એડવાઈઝરી જાહેર કરતા કહ્યું છે કે તેમના દ્વારા મોકલવામાં આવેલા લેટર ઓફ ગેરંટીને તે પોતાના લેવલ પર બ્રાંચ દ્વારા ક્રોસ ચેક જરૂર કરે.બેંકે ક્રોસ ચેકની સીસ્ટમ સરળ કરી

પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર બેંક ભારતમાં જ્યારે કોઈપણ બિઝમેનને લેટર ઓફ ગેરંટી આપી રહી છે તેની સૂચના તે ફિઝિકલ રૂપ અને ઓનલાઈન સિસ્ટમ બંન્ને દ્વારા સંબંધિત બેંકોને આપી રહી છે. તો આ સિવાય બેંકે બ્રાંચ લેવલ પર પણ ક્રોસ ચેકની સુવિધા શરૂ કરી દિધી છે. આના દ્વારા બિઝનેસમેન દ્વારા બતાવવામાં આવી રહેલા લેટર ઓફ ગેરંટીને વેરિફાઈ સરળતાથી કરી શકાશે.

પંજાબ નેશનલ બેંકના એક પૂર્વ અધિકારી અનુસાર પહેલા બેંક દ્વારા મોકલવામાં આવેલા લેટર ઓફ ગેરંટીને વેરિફિકેશનની પ્રોસેસ જનરલ મેનેજર લેવલ પણ અધિકારી દ્વારા કરવામાં આવતી હતી. અત્યારે આ સુવિધા બ્રાંચ લેવલ પર શરૂ થઈ ગઈ છે.આનાથી કોઈપણ બેંક માટે વેરિફિકેશન પ્રોસેસ સરળ થઈ જશે. સાથે જ તેનો પણ સમય બચશે.