એર ઈન્ડિયા માટે નથી લાગી બોલી, ડેડલાઈન નહીં વધારાયઃ એવિએશન સેક્રેટરી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાને વેચવાનો કેન્દ્ર સરકારનો વિચાર વિલંબમાં પડતો દેખાઈ રહ્યો છે કારણ કે હજી સુધી કોઈએ તેના માટે બોલી લગાવી નથી. એવિએશન સેક્રેટરી આર એન ચોબેએ આ જાણકારી આપી છે. ચોબેએ જણાવ્યું કે કોઈ બોલી ન લાગવા છતાં એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ અથવા રૂચિપત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 31 મેને આગળ નહીં વધારાય. એટલે કે બોલીની સમય મર્યાદા વધારવામાં નહીં કારણ કે પહેલાં પણ એકવાર મુદત લંબાવાઈ હતી.

રૂચી પત્ર જમા કરાવવાની ડેડલાઈન 14 મે હતી તેને વધારીને 31 મે કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ખોટમાં ચાલી રહેલી એરલાઈન્સની 76 ટકા ભાગીદારી વેચવા ઈચ્છે છે. એર ઈન્ડિયા પર 50 હજાર કરોડ રૂપીયાનું દેવું બતાવવામાં આવી રહ્યું છે. જૂન 2017માં આર્થિક મામલાની કેબિનેટ કમિટીથી આના વિનિવેશની મંજૂરી મળી હતી.

સરકારે એર ઈંડિયાને પાંચ ભાગમાં વહેંચી છે. આમાં ચાર ભાગોને વેચવામાં આવશે જેમાથી એક ભાગ એર ઈંડિયા, એર ઈંડિયા એક્સપ્રેસ અને એઆઈ એશએટએસ છે, બીજો ભાગ ગ્રાઉન્ડ હેંડલિંગ યૂનિટ, ત્રીજો ભાગ એન્જીનિયરિંગ યૂનિટ અને ચોથો ભાગ એલાયંસ એર છે. તો પાંચમો ભાગ કે જે એસવીપીનો છે તેને સરકાર પોતાની પાસે રાખશે. સરકારી મેમોરેન્ડમ અનુસાર સરકાર 76 ટકા ઈક્વિટી શેર વેચવાની સાથે મેનેજમેન્ટ કંટ્રોલ પણ ટ્રાન્સફર કરવા ઈચ્છે છે.