સેના માટે ઘાતક હથિયારો ખરીદવા વિદેશ પહોંચી ટીમ

0
883

નવી દિલ્હીઃ 9 સભ્યોની એક ટીમ સેના માટે હથિયારોની ખરીદી કરવા વિદેશ મોકલવામાં આવી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરીયા, ઇઝરાયેલ અને યુએઇ જવા માટે એક ટીમ રવાના થઇ છે.

આ ટીમ દ્વારા આ દેશોમાં મૂળ નિર્માતાઓના રાઇફલ્સ અને કાર્બાઇન્સની તપાસ કરી મૂલ્યાંકન કરશે તેમાંથી યોગ્ય લાગશે તે ભારત લાવીને ટ્રાયલ લેવામાં આવશે. સેનાએ 2005માં પ્રથમવાર નવી એસોલ્ટ રાયફલો અને સીબીક્યૂ કાર્બાઇન્સની માગણી કરી હતી.

હથિયાર ખરીદી માટે વિદેશમાં જનારી ટીમની આગેવાની આર્મી બ્રિગેડિયરને સોંપાઇ છે. તેમના વડપણ હેઠળની અધિકારપ્રાપ્ત સમિતિ કામ કરશે. ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં 72,400 એસોલ્ટ રાયફલ્સ, 93,895 સીબીક્યૂ કાર્બાઇન્સ ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હથિયારોને ચીન અને પાકિસ્તાન સીમા પરના ઇન્ફ્રન્ટરી જવાનોને આપવામાં આવનાર છે, જેને લઇને ફાસ્ટ્ર ટ્રેક પ્રોસિજર-એફટીપી કરવામાં આવી રહી છે.

એફટીપી સિલેક્શન ઓફરેશનલ જરુરિયાતોના આધારે કરવામાં આવશે. ફિલ્ડ ટ્રાયલ, સ્ટાફ ઇવેલ્યૂએશનને પણ ધ્યાને લેવામાં આવશે. ભારતમાં ટ્રાયલ લેવાયાં બાદ જે હથિયારો યોગ્ય લાગશે તેની ખરીદી માટે ક્રમશઃ 1,798 કરોડ અને 1.749 કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. ટ્રાયલ પાસ હથિયારોની ખરીદી ડીએસી- ડિફેન્સ એક્વિઝિશન્સ કાઉન્સિલ મંજૂરી આપશે તેના 3થી 12 માસમાં હથિયારોની ડિલિવરી કરી શકાશે.