રુપિયાના મુલ્યમાં ઘટાડો થવા મામલે અરુણ જેટલીનું નિવેદન, વાંચો જેટલીએ શું કહ્યું

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરુણ જેટલીએ ડોલરની સામે રુપિયો નબળો પડી રહ્યો છે તે મામલે નીવેદન આપ્યું છે. જેટલીએ જણાવ્યું કે ભારત જેવી અર્થવ્યવસ્થાને આટલું જલ્દી ગભરાવાની જરુર નથી. કેબિનેટ મીટિંગ બાદ મીડિયાને સંબોધન કરતા જેટલીએ જણાવ્યું કે તેલની કીંમત, રાફેલ ડીલ, જનધન ખાતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. જેટલીએ જણાવ્યું કે ગગડી રહેલા રુપિયા પાછળ કોઈ સ્થાનિક નહી પરંતુ આંતરરાષ્ટ્રીય કારણ જવાબદાર છે.

જેટલીએ જણાવ્યું કે રુપિયાના મુલ્યમાં ઘટાડો થવા પાછળ કોઈ સ્થાનિક કારણ જવાબદાર નથી પરંતુ આંતરરાષ્ટ્રીય કારણ જવાબદાર છે. જેટલીએ જણાવ્યું કે આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ડોલરના મુકાબલે ઘણા દેશોની કરન્સીમાં ઘટાડો છયો છે. જો કે આવા સમયે પણ રુપિયો તો ઓછો ગગડ્યો અથવા સ્થિર બની રહ્યો. જેટલીએ જણાવ્યું કે ભારત જેવી સૌથી તેજ ગતીથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને આટલુ જલ્દી ગભરાવાની જરુર નથી.

રાફેલ ડીલ મામલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જેટલીએ જણાવ્યું કે કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જાણકારીનો અભાવ છે. જેટલીએ જણાવ્યું કે અત્યારે ભારતને મળી રહેલા રાફેલ વિમાનની કીંમત કોંગ્રેસના સમયમાં થયેલા સોદાથી 9 ટકા જેટલી ઓછી છે અને જો તેને ફાઈટર જેટની ટેક્નીકથી જોવા આવે તો તે આજની કરન્સીના વેરિએશન અને આટલા વર્ષના ગેપ બાદ પણ 20 ટકા જેટલું સસ્તુ છે.

નાણાપ્રધાને જણાવ્યું કે રાફેલ સોદામાં કોઈ વ્યક્તિગત દળનું કોઈ યોગદાન નથી અને 36 જેટલા વિમાનો ફ્રાંસમાં જ બનશે અને ત્યાંથી ઉડીને ભારત આવશે. જેટલીએ જણાવ્યું કે રાફેલ વિમાનનો એક સ્ક્રૂ પણ ભારતમાં નથી લાગવાનો તો ગોટાળો કેવી રીતે થઈ શકે.