PNB કૌભાંડઃ અલાહાબાદ બેંકના CEOના તમામ અધિકાર છીનવી લેવાયા

નવી  દિલ્હી- સરકારે અલાહાબાદ બેંકના બોર્ડે બેંકના સીઈઓ અને એમડી ઉષા અનંત સુબ્રમણ્યનના તમામ અધિકાર સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી બે અબજ ડૉલર(રૂપિયા 13 હજાર કરોડ)ના પીએનબી કૌભાંડના કનેક્શનને જોતાં કરવામાં આવી છે. અનંત સુબ્રમણ્યન 2015થી 2017 દરમિયાન પીએનબીના ચીફ હતાં.ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેક્રેટરી રાજીવ કુમારે રીપોર્ટ અંગં વાતચીતમાં કહ્યું હતું કે પંજાબ નેશનલ બેંકના બોર્ડમાંથી બેંકના બે એક્ઝિક્યુટિવ ડીરેક્ટરોના તમામ અધિકાર સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું દેશનું સૌથી મોટુ કૌભાંડમાં ચાર્જશીટ ફાઈલ કરાયાના કેટલાક કલાકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં વેપારી નીરવ મોદી સાથે મિલીભગત કરવાનો આરોપ છે. સરકારના સુત્રોના કહેવા પ્રમાણે આ આદેશના ક્રમમાં પીએનબી બોર્ડે સંજીવ શરળ અને કેવી બ્રહ્માજીને ઈડીના પદથી હટાવી દીધા છે.

ચાર્જશીટમાં પીએનબીના પૂર્વ ચીફ અનંત સુબ્રમણ્યનની કૌભાંડમાં કથિત ભૂમિકા વિસ્તારથી દર્શાવી છે. જે હાલ અલહાબાદ બેંકના સીઈઓ અને એમડી છે. અનંત સુબ્રમણ્યન 2015-17 વચ્ચે પીએનબીના એમડી અને સીઈઓ રહ્યા છે અને સીબીઆઈ હાલમાં આ કેસમાં તેમની સાથે પુછપરછ પણ કરી ચુક્યા છે.