હવે વિમાન પ્રવાસ દરમિયાન મળશે આ કંપનીની સ્પીડી ઈન્ટરનેટ સુવિધા

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ પોતાના ગ્રાહકોને વિમાની મુસાફરી દરમિયાન પણ કોઈપણ અવરોધ વગર ડેટા કનેક્ટિવિટી આપશે. આ માટે એરટેલે એક વૈશ્વિક સંગઠન સાથે હાથ મિલાવ્યો છે. એરટેલના ગ્રાહકોને હવે વિમાનમાં પણ સ્પીડી ઈન્ટરનેટ ડેટાની સુવિધા મળશે.

સીમલેસ એલાયંસ નામની આ ગ્લોબલ પાર્ટનરશિપમાં વનવેબ, એરબસ, ડેલ્ટા અને સ્પ્રિંટનો સમાવેશ થાય છે. એરટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં આ તમામ મળીને સેટેલાઈટ ટેક્નોલોજી દ્વારા વિમાનમાં પણ હાઈ-સ્પીડ ડેટા કનેક્ટિવિટી આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરટેલે સીમલેસ એલાયંસ જોઈન કર્યું છે જેના દ્વારા ઓપરેટર્સ અને એરલાઈન્સ વચ્ચે ઈનોવેશનનો એક નવો યુગ શરૂ થશે અને મોબાઈલ કંપનીઓ ફ્લાઈટમાં પણ પોતાની સર્વીસ આપી શકશે.

આ વેશ્વિક પહેલની જાહેરાત રવિવારે બાર્સિલોનામાં કરવામાં આવી હતી. આ 5 શોઘકર્તા સભ્યો સીવાય ઈડસ્ટ્રીના અન્ય ઓપરેટર્સ પણ આની સાથે જોડાશે. સીમલેસ એલાયંસના પણ મેમ્બર્સ મળીને ડેટા એક્સેસનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું અને ભાવને ઓછા કરવા માટે કામ કરશે.