કુંભમેળામાં જવા અમદાવાદ સહિત આ શહેરોમાંથી સ્પેશિઅલ ફ્લાઈટ્સ

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા કુંભમેળા માટે અલગ અલગ શહેરો અને અલાહાબાદ વચ્ચે વિશેષ ફ્લાઈટનું સંચાલન શરુ કરશે. કુંભ મેળો 15 જાન્યુઆરીના રોજ શરુ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. હાલમાં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે.

એર ઈન્ડિયાએ જણાવ્યું કે વિશેષ ફ્લાઈટ 13 જાન્યુઆરીથી 30 માર્ચ વચ્ચે સંચાલિત થશે. આ સ્પેશિયલ ફ્લાઈટ્સ દ્વારા અલ્હાબાદને દિલ્હી, અમદાવાદ અને કોલકત્તા સાથે જોડવામાં આવશે. દિલ્હી-અલ્હાબાદ ફ્લાઈટનું સંચાલન સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ કરવામાં આવશે.

અલ્હાબાદ-અમદાવાદ ફ્લાઈટનું સંચાલન બુધવાર અને શનિવારના રોજ થશે જ્યારે અલ્હાબાદ-કોલકત્તા ફ્લાઈટનું સંચાલન શુક્રવાર અને રવિવારના રોજ થશે. દુનિયાના સૌથી મોટા ધાર્મિક સમાગમ કુંભ મેળાનું આયોજન ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી સંગમ પર થાય છે.