‘ચિત્રલેખા’ યોજિત મ્યુચ્યુઅલ ફંડ પરિસંવાદમાં આણંદ, અમદાવાદના ઈન્વેસ્ટરોએ મેળવ્યું કિંમતી માર્ગદર્શન

શેરબજાર સતત નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે. એ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણપ્રવાહ અવિરત વધ્યો છે. સામી બાજુ, ત્રણ રાજ્યની આગામી ચૂંટણી, 2019માં લોકસભા ચૂંટણી, વિશ્વ વેપારયુદ્ધ, વધ-ઘટની અનિશ્ચિતતાને લીધે નવાં જોખમ પણ સર્જાયાં છે. આ બધાં વચ્ચે શેરબજાર કઈ દિશામાં કેટલું અને કેવું આગળ વધશે? મ્યુચ્યુઅલ ફંડમાં કઈ યોજનાઓ રોકાણ માટે બહેતર ગણાય? આપણાં લક્ષ્યો પૂરાં કરવામાં મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે મદદ કરે? સલામત રોકાણ માટે કેવી વ્યૂહરચના ગોઠવવી જોઈએ? વગેરે મુદ્દાને આવરી લઈ ‘ચિત્રલેખા’એ ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં ગુજરાતનાં બે શહેર – આણંદ અને અમદાવાદના રોકાણકારોનાં માર્ગદર્શન અને જાગૃતિ માટે પરિસંવાદનું આયોજન કર્યું હતું.

14 સપ્ટેંબર, 2018, શુક્રવારે આણંદમાં મધુબન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે તેમજ 15 સપ્ટેંબર, શનિવારે અમદાવાદમાં સ્ટારોટેલ હોટેલ (અ યુનિટ ઓફ જીએચકે હોસ્પિટાલિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ) ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરિસંવાદમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે ‘શું આપણા નાણાકીય લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં મ્યુચ્યુઅલ ફંડ ખરેખર આપણને સહાય કરે છે?’ વિષય પર પોતાના નિષ્ણાત વિચારો રજૂ કર્યા હતા.

આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ (આઈઈ એન્ડ ડીડી) એસ. ગુરુરાજે ‘મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ રોકાણ માટે શ્રેષ્ઠઃ જાનોગે તો માનોગે’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘ફાઈનાન્સિયલ પ્લાનિંગ શા માટે ને કઈ રીતે?’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ‘શેરબજારની દિશા કંઈ પણ હોય, આપણી દશા સારી કઈ રીતે રહી શકે?’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

અનુભવી ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ પરિસંવાદનું સંચાલન કર્યું હતું.

જાણીતા યુવા સ્ટેન્ડઅપ કોમેડિયન સ્મિત પંડ્યાએ બચત-રોકાણ વિશે એમની આગવી સ્ટાઈલમાં રમૂજ રેલાવીને શ્રોતાઓ-ઈન્વેસ્ટરોને ખૂબ હસાવ્યા હતા.

પરિસંવાદના આખરમાં સવાલ-જવાબ સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલને ઈનામ આપવામાં આવ્યા હતા.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ સેમિનારની શરૂઆતમાં ઈન્વેસ્ટરો, શ્રોતાઓને તથા પરિસંવાદના વક્તાઓને આવકાર આપ્યો હતો તેમજ આ પ્રકારના પરિસંવાદના આયોજન પાછળના હેતુની સમજ આપી હતી.

આણંદ ખાતેના પરિસંવાદની તસવીરો…

મનીષ ઠક્કર
ગૌરવ મશરૂવાળા
જયેશ ચિતલિયાજયેશ ચિતલિયા જયેશ ચિતલિયા સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્મિત પંડ્યાસ્ટેન્ડ-અપ કોમેડિયન સ્મિત પંડ્યા કાર્યક્રમના સંચાલક અમિત ત્રિવેદીએસ. ગુરુરાજ એસ. ગુરુરાજ
અમિત ત્રિવેદીઅમિત ત્રિવેદી‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી દ્વારા શ્રોતાઓ-ઈન્વેસ્ટરોને આવકાર

અમદાવાદ ખાતેના પરિસંવાદની તસવીરો…

સ્મિત પંડ્યા
સ્મિત પંડ્યા એસ. ગુરુરાજ એસ. ગુરુરાજ અમિત ત્રિવેદીગૌરવ મશરૂવાળાજયેશ ચિતલિયા
સ્મિત પંડ્યામનીષ ઠક્કરસવાલ-જવાબ સત્રમાં રોકાણકારોના સવાલોના નિષ્ણાતો દ્વારા જવાબ
સ્મિત પંડ્યાશ્રેષ્ઠ સવાલ માટે ઈનામશ્રેષ્ઠ સવાલ માટે ઈનામ શ્રેષ્ઠ સવાલ માટે ઈનામ શ્રેષ્ઠ સવાલ માટે ઈનામ શ્રેષ્ઠ સવાલ માટે ઈનામ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)