1500 સીએનજી સ્ટેશન શરુ કરશે અદાણી ગ્રુપ, ફ્રાંસની કંપની સાથે કર્યા કરાર

નવી દિલ્હીઃ ભારતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ અદાણી ગ્રુપ અને ફ્રાંસની એનર્જી કંપની ટોટલ એસએ દ્વારા ભારતમાં લિક્વિફાઈડ નેચર ગેસ ઈમ્પોર્ટ ટર્મિંનલ્સ અને ફ્યૂલ રિટોલિંગ નેટવર્ક વિકસિત કરવા માટે સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી અંતર્ગત બંન્ને વ્યાપારી સમૂહ દેશમાં 10 વર્ષની અંદર 1500 આઉટલેટ્સ એટલે કે સીએનજી સ્ટેશન સ્થાપિત કરશે.

ટોટલે થોડા સપ્તાહ પહેલા જ રોયલ ડચ શેલની આગેવાનીમાં ગુજરાતમાં બની રહેલા એલએનજી ટર્મિનલથી અલગ થવાની જાહેરાત કરી છે. આ કંપની હવે ઓડિશાના ધમારામાં 50 લાખ ટન ક્ષમતા વાળી ઈમ્પોર્ટ ફેસેલિટિ વિકસિત કરવા માટે અદાણી ગ્રુપ સાથે હાથ મીલાવશે.

અદાણી અને ટોટલે સંયુક્ત રુપે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે બંન્ને કંપનિઓ 10 વર્ષ દરમિયાન દેશભરમાં 1500 આઉટલેટ્સની સ્થાપના કરશે જેમાં મોટાભાગના આઉટલેટ્સ હાઈવે પર હશે. જો કે બંન્ને કંપનીઓએ એ સ્પષ્ટતા નથી કરી કે આ ડીલના માધ્યમથી ટોટલ કેટલી ભાગીદારી ખરીદશે પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર આ એક શરુઆતી સમજૂતી છે અને જલ્દી જ આની વિગતો જાહેર કરવામાં આવશે.