7Th Pay Commission: LTCમાં સરકારી કર્મચારીઓને મળશે આ નવી સુવિધા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓની સુવિધાઓમાં વિસ્તારની જાહેરાત કરી છે. કેન્દ્રીય કર્મચારી આવનારા દિવસોમાં ઘર અને અન્ય જગ્યાઓ જવા માટે લીવ ટ્રાવેલ કન્સેશન લાભ અંતર્ગત પ્રાઈવેટ એરલાઈન્સમાં પણ મુસાફરી કરી શકશે. આ વાત કેન્દ્રીય રાજ્યપ્રધાન ડો. જીતેન્દ્રસિંહે તાજેતરમાં જ કરી છે. હકીકતમાં રાજ્યસભામાં એલટીસી સંબંધિત સવાલ કરવામાં આવ્યો હતો. ગુરુવારના રોજ તેના પર સિંહે જવાબ આપ્યો હતો.

તેમણે પત્ર દ્વારા કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારી હવે ઘરે જવા અથવા ઉત્તર પૂર્વી ક્ષેત્ર, જમ્મૂ-કશ્મિર અને અંદમાન નિકોબારમાં ઓલ ઈન્ડિયા એલટીસી ટ્રાવેલ માટે તમામ એરલાઈન્સ કંપનીઓની ટિકીટનો લાભ પ્રાપ્ત કરી શકશે. આમાં પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં કર્મચારી એલટીસી અંતર્ગત માત્ર એર ઈન્ડિયાના વિમાનોમાં જ મુસાફરી કરી શકે છે.

જો કે અમુક જ પરિસ્થિતિઓમાં તમામ એરલાઈન્સમાં એલટીસી અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને ઘર અથવા અન્ય જગ્યાએ જવા માટે મંજૂરીની છૂટ પ્રાપ્ત થશે. આવું સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ રુલ્સ 1988માં આપવામાં આવનારી સરળતાના કારણે થયું છે.  અધિકારીક નોટિફિકેશન અનુસાર અત્યારે એલટીસી અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને પ્રાઈવેટ વિમાન કંપનીઓના પ્લેનથી આવવા જવાની મંજૂરી સાથે જોડાયેલો કોઈ પ્રસ્તાવ નથી.

ત્યારે આવામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને એ જાણવું જરુરી છે કે તેમને સાતમા પગાર પંચની ભલામણો અંતર્ગત કયા એલટીસીના લાભ પ્રાપ્ત થાય છે. એલટીસીની સુવિધા કેન્દ્રીય કર્મચારીઓ ઘરે જવા અથવા તો દેશના વિભિન્ન ભાગોમાં ફરવાના દ્રષ્ટીકોણથી આપવામાં આવે છે.

ચાર વર્ષના બ્લોકમાં કેન્દ્રીય કર્મચારીને બે વાર ઘરે જવાની રજા મળે છે જેમાં એકવાર તેઓ ઓલ ઈન્ડિયા પણ જઈ શકે છે. જો કે શરુઆતી બે-ચાર વર્ષીય બ્લોક્સમાં ત્રણ વાર ઘરે જવા માટે એક એકવાર ઓલ ઈન્ડિયા માટે અવકાશ મળે છે.

રિપોર્ટ અનુસાર એલટીસીનો લાભ એ કર્મચારીઓને નથી આપવામાં આવતો જેમની પત્ની ભારતીય રેલવેમાં કાર્યરત હોય છે. કર્મચારીઓની માગણીઓ પર આયોગે જણાવ્યું કે વિદેશી પ્રવાસ માટે એલટીસીને વધારવું તેમના હાથ બહાર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કર્મચારીઓને ઘર માટે મળનારી રજાને બદલવાની ભલામણ કરી છે. આગળ રિપોર્ટમાં તેમના હવાલે જણાવાયું છે કે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, લદ્દાખ અને આંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ પર તહેનાત કર્મચારીઓને ઘર માટે મળનારા એલટીસીને બદલવાનો મોકો આપવો જોઈએ.