પૂર્વ ઉડ્ડયનપ્રધાનને 50 લાખ ડૉલરની લાંચ આપીઃ એર એશિયા પૂર્વ CEO

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈન કંપની એર એશિયાને આંતરાષ્ટ્રીય લાઈસન્સ અને વિદેશી રોકાણ માટે FIPBની મંજૂરી લેવા માટે કોંગ્રેસની તત્કાલીન યુપીએ સરકારના એક ઉડ્ડયનપ્રધાનને 50 લાખ ડોલર રૂપિયાની લાંચ આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યાં છે. એર એશિયાના પૂર્વ CEO મૃત્યુંજય ચંદેલિયાએ આ સ્પષ્ટતા કરી છે.આ મામલે CBI યુપીએ-2 સરકારમાં પ્રધાન રહેલા 2 નેતાઓની ભૂમિકાની તપાસ કરવાની તૈયારીમાં છે. કોઈ પણ એરલાઈન કંપનીએ આંતરરાષ્ટ્રીય લાઈસન્સ માટે 5 વર્ષ અનુભવ અને 20 વિમાનો હોવા જરૂરી હોય છે. CBI અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિયમોને નેવે મુકીને એર એશિયાને લાઈસન્સ આપવામાં આપવામાં આવ્યું છે.
CBIએ આંતરાષ્ટ્રીય ઉડાન માટેનું લાઈસન્સ મેળવવા માટે નિયમોનાં ઉલ્લંઘનને લઈને કેસ દાખલ કર્યો છે.

CBIની FRIમાં એર એશિયા મલેશિયાના ગ્રુપ CEO અંથની ફ્રાંસિસ ‘ટોની’ ફ્રર્નાંડીઝ સિવાય ટ્રાવેલ ફૂડના માલિક સુનીલ કપૂર, એર એશિયાના નિર્દેશક આર.વેંકટરમણ, એવિએશન એડવાઈઝર દીપક તલવાર, સિંગાપુરના એસએનઆર ટ્રેડિંગના નિર્દેશક રાજેન્દ્ર દુબે અને અજ્ઞાત સરકારી કર્મચારીઓના નામ FIRમાં સામેલ છે.CBIનો આરોપ છે કે ફર્નાંડીઝે લાઈસન્સ મેળવવા માટે સરકારી અધિકારીઓને ભલામણ કરી કે તેઓ હાલના નિયમ 5/20ને હટાવી દે અને નિયમોમાં બદલાવ લાવે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ સહિત 6 સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી છે