8 મહિનામાં 41 લાખ લોકોને મળી નોકરી, ઈપીએફઓએ ડેટા જાહેર કર્યો

નવી દિલ્હીઃ સંગઠિત ક્ષેત્રમાં એપ્રિલ મહિનામાં આશરે 7 લાખ લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. છેલ્લા 8 મહિનામાં નોકરીઓ મળવાની દ્રષ્ટીએ આ સૌથી વધારે સંખ્યા છે. ઈપીએફઓએ એપ્રિલ માસનો ડેટા જાહેર કર્યો છે.

ઈપીએફઓ ડેટા અનુસાર સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓની સંખ્યા વધી રહી છે અને એપ્રિલ માસમાં ગત આઠ મહિનામાં સૌથી વધારે લગભગ 7 લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે. 2019માં ચૂંટણી માટે તૈયારીયોમાં લાગેલી મોદી સરકાર માટે આ સારા સમાચાર હોઈ શકે છે.

ઈપીએફઓના ડેટા અનુસાર એપ્રિલ 2018માં સંગઠિત ક્ષેત્રમાં કુલ 6 લાખ 85 હજાર 841 લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. તો માર્ચ 2018માં કુલ 4 લાખ 80 હજાર 749 લોકોને નોકરી મળી હતી. ડેટા અનુસાર માર્ચની તુલનામાં એપ્રિલમાં નોકરી પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યામાં સારો વધારો નોંધાયો છે.

ઈપીએફઓના ડેટા અનુસાર એપ્રિલ 2018માં સૌથી વધારે નોકરીઓ 18 થી 21 વર્ષ સુધીના યુવાનોને મળી છે. આ એજ ગ્રુપના આશરે 1 લાખ 87 હજાર યુવાનોને નોકરી પ્રાપ્ત થઈ છે. આનાથી ખ્યાલ આવે છે કે સંગઠિત ક્ષેત્રમાં યુવાનોની માંગ વધી રહી છે. ત્યારબાદ સૌથી વધારે 22 થી 25 વર્ષ સુધીના લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. એપ્રિલ 2018માં 22 થી 25 વર્ષની એજ ગ્રુપના 1 લાખ 80 હજાર જેટલા લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે.

ઈપીએફઓ ડેટા અનુસાર સપ્ટેમ્બર 2017 થી એપ્રિલ 2018 વચ્ચે એટલે કે લગભગ 8 મહિનામાં અસંગઠિત ક્ષેત્રમાં કુલ 41 લાખ લોકોને નોકરી પ્રાપ્ત થઈ છે. ઈપીએફ એક્ટ અંતર્ગત 20 અથવા 20થી વધારે કર્મચારીઓ વાળી કંપનિઓને ઈપીએફઓના પાસ એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને કર્મચારીઓનો પીએફ કાપીને સરકાર પાસે જમા કરાવવાનો હોય છે.