બાબા રામદેવ આપશે સંસ્કારી જીન્સ, શરુ થયું પતંજલિ પરિધાન

નવી દિલ્હીઃ બાબા રામદેવ એક નવા બિઝનેસની શરૂઆત કરી છે. આજના દિવસે બાબા રામદેવ પતંજલિ પરિધાન નામથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અનુસાર, ધનતેરસના દિવસે બાબા રામદેવ અનેક રાજ્યોમાં એક સાથે પતંજલિ જિન્સ, કુર્તા, બાળકોના વસ્ત્રોની સાથે સાડી લોન્ચ સહિતના કપડાં લોન્ચ કર્યા છે. રાજધાની દિલ્હીમાં તેનો એક મેગા શોરૂમ શરૂ થયો છે.

ગત દિવસોમાં પતંજલિના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જિન્સ એટલા લોકપ્રિય છે કે તેને ભારતીય સમાજથી અલગ કરી શકાય તેમ નથી. પોતાના નવા બિઝનેસ અંગે બાબા રામદેવ કહે છે કે ધનતેરસ નિમિત્તે પતંજલિ એક નવા બિઝનેસની શરૂઆત કરી છે. તેનાથી લોકોને સસ્તા અને સારા વસ્ત્રો મળશે અને આ રીતે લગભગ 3000 ચીજોની સિરીઝ એક સાથે પતંજલિએ લોન્ચ કરી છે. બાબા રામદેવ ગારમેન્ટ બિઝનેસમાં ઉતરતા પહેલા ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે.

પતંજલિ દૂધની માગ ધીમે ધીમે વધી રહી છે. ગારમેન્ટ બિઝનેસ ખોલવા માટે તેમણે તેની પ્રક્રિયા ખૂબ અગાઉ શરૂ કરી દીધી હતી. થોડા મહિના પહેલા તેમણે પતંજલિ પરિધાન માટે એક્સ્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવા માટે અરજી માગી હતી. જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. પતંજલિ પરિધાનના આઉટલેટ દેશના અલગ અલગ શહેરોમાં ખુલશે.

જો તમે પતંજલિનું આઉટલેટ ખોલવા માગો છો તો તેના માટે સૌથી જરૂરી એ છે કે તમારી પાસે ઓછામાં ઓછી 2000 સ્ક્વેર ફૂટની જગ્યા હોય. આ ઉપરાંત તમને ગારમેન્ટ અને ટેક્સટાઈલ બિઝનેસમાં અનુભવ પણ જરૂરી છે. જાણકારી પ્રમાણે, પતંજલિ પરિધાન અંતર્ગત યોગ, સ્પોર્ટસ અને સાડીઓ મળશે. આ ઉપરાંત લગ્નના વસ્ત્રોની પણ સમગ્ર રેન્જ સામેલ હશે. આમ, પતંજલિ સ્ટોરમાં આપની આવશ્યકતાના તમામ વસ્ત્રો મળી શકશે. એવા પણ અહેવાલો છે કે પતંજલિ પરિધાન સાથે જૂતાં અને ચપ્પલ પણ મળશે. રામદેવના કહેવા પ્રમાણે દેશી પતંજલિ પરિધાન બ્રાન્ડ વિદેશી બ્રાન્ડ્સને ટક્કર આપશે.