અમદાવાદની એસ્ટ્રાલ પાઈપ્સે સરફેસ ડ્રેનેજ માટે હુરાટન સાથે હાથ મિલાવ્યા

અમદાવાદ– એસ્ટ્રાલ પોલિટેકનિક લિમિટેડ હવે અન્ય નવી શ્રેણીમાં ડગ માંડવા જઈ રહ્યું છે. હુરાટન સાથેની ભાગીદારીમાં તે સૌથી વધુ નવતર ડ્રેનેજ સિસ્ટમ પૈકીની એક-રિસિફિક્સને રજૂ કરે છે. આ પ્રસંગે બોલતા એસ્ટ્રાલ પાઇપ્સના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે દેશમાં પાઇપીંગ અને પ્લમ્બીંગના ધોરણોની સુધારણા પર એસ્ટ્રાલના અવિરત ધ્યાનને મજબૂત કરવાના પ્રયાસો હુરાટન સરફેસ ડ્રેનેજ ચેનલ્સને ભારતમાં લોંચ કરવાથી વધુ મજબૂત થશે. આ ચેનલ્સ વરસાદી પાણી અને સ્ટ્રોમ વોટરના સંચાલન માટે ઘણી કાર્યક્ષમ અને અસરકારક છે.

હુરાટન દુનિયાની અગ્રણી ડ્રેઇનીંગ કંપનીઓમાંની એક છે જે વિશ્વસનીય, ટકાઉ અને કામ આપી શકે તેવા સરફેસ ડ્રેનેજ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. 1956માં સ્થાપિત આ કંપની વરસાદી પાણીના નિકાલના ઘણા અગ્રણી ઉકેલ આપ્યા છે. રિયો-ડી-જાનેરોમાં સુપ્રસિદ્ધ મેરકાના સ્ટેડિયમ અને રશિયામાં મોસ્કો રેલવે જેવા પ્રોજેક્ટ સહિત તેમણે ઘણા સિમાચિન્હો અંકે કર્યા છે. તેઓએ 73 દેશોમાં સરફેસ ડ્રેનેજ સોલ્યુશનની નિકાસ કરી છે.

હુરાટન સાથેની ભાગીદારીમાં એસ્ટ્રાલ ભારતમાં આધુનિક ડ્રેનેજ સિસ્ટમ ઓફર કરે છે જે કાર્યક્ષમ, ટકાઉ, સ્થિર અને સો ટકા કાટમુક્ત છે. આ ચેનલ્સ મજબૂત, સ્થિતિસ્થાપક અને તૂટી ના શકે તેવી ડ્રેનેજ સિસ્ટમની સંપૂર્ણ શ્રેણી છે જે હિમ, ગરમી, ભેજ જેવા જુદા જુદા હવામાન પ્રભાવોનો સામનો કરવા સક્ષમ છે. આ ચેનલ્સનો ઉપયોગ રોડ બાંધકામ, ઔદ્યોગિક સ્થળ, ગાર્ડન ડિઝાઇન અને લેન્ડસ્કેપીંગ, વરસાદી પાણી પર પ્રક્રિયા, સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં થાય છે. પરંપરાગત સરફેસ ડ્રેનેજ સિસ્ટમની સરખામણીમાં ટકાઉપણુ, કાર્યક્ષમતા અને સ્થાપનની સરળતા એ હોરાટન ચેનલ્સનો હોલમાર્ક છે. હોરાટન સાથેની એસ્ટ્રાલની ભાગીદારી બાંધકામ ઉદ્યોગ માટે વિશ્વસનીય ઉકેલ લાવશે અને કાર્યક્ષમ તેમ જ ઇકો ફ્રેન્ડલી ડ્રેનેજ સોલ્યુશનનો પાયો નાંખશે. એસ્ટ્રાલ પોલિટેક્નિક લિમિટેડ જરૂરી ફિટીંગ સાથેના પ્લમ્બીંગ, ડ્રેનેજ, કૃષિ, ઔદ્યોગિક, ઇલેક્ટ્રીકલ નાળ અને ફાયર સ્પ્રીંક્લર પાઇપ્સનું ઉત્પાદન કરે છે.