Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઘરનાં બારી-બારણે, માળીયે-છાજલીએ, ઝાડે-ડાળે, બાગ-બગીચા-ખેતરમાં ચીં …ચીં.. ઉડાઉડ કરતી ચકલીઓ માળા બાંધી ક્યાંય પણ આપણી નજીક વસવાટ કરી લેતી. છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ વસ્તીએ આદરેલા આધુનિકીકરણે ચકલીની અનેક પ્રજાતિઓને નામશેષ કરી નાખી છે.  જોકે પક્ષીઓના સંવર્ધન અને સાચવણી માટે કામ કરતાં કેટલાક લોકોના અથાગ  પ્રયાસથી ચકલીઓ દેખાતી થઇ છે.  પ્રયત્નશીલ લોકો જીવદયામાં માનનારા લોકોને કારણે  કાગળ, પૂંઠાના માળા અને માટીના પાત્રોએ ઘર, ગેલેરી, ઓસરીમાં સ્થાન લેતા ચકલીઓના અવાજ ફરીથી સંભળાતા થયા છે. હા, આવા સંવેદનશીલ પ્રયાસો ના થયા હોત તો નવી પેઢી ઘર ચકલીઓને ખાલી ચિત્રોમા્ં જ જોતી હોત… તસ્વીર – પ્રજ્ઞેશ વ્યાસ 

આજે વર્લ્ડ સ્પેરો ડે


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS