Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યૂયોર્કઃ કેમેરા ઉત્પાદનો માટે શ્રદ્ધેય નામ ગણાતી સોની કંપનીનો બહાર પડનાર આ નવો મિરરલેસ A9 કેમેરા છે. પોતાના સૌથી અદ્યતન ઉત્પાદન તરીકે A9ને રજૂ કરતાં કંપનીએ તેના ફીચર્સ વિશે જણાવ્યું હતું. A9ની પૂર્ણ ફ્રેમ સ્ટેક્ડ CMOS સેન્સર (24.2 મેગાપિક્સેલ), બ્લેકઆઉટ વગર સતત  20fps શૂટિંગ ક્ષમતા, અને 693 ઓટોફોકસ પોઈન્ટ સાથે બનાવાઇ છે. આ કેમેરા 4K વિડીયો પણ ઊતારી શકે છે. આ કેમેરામાં  5-axis ઇન-બોડી સ્ટેબિલાઇઝેશન, ડ્યૂઅલ એસડી કાર્ડ સ્લોટ્સ, ટચસ્ક્રીન અને ઇથરનેટ પોર્ટ છે. સોની આ કેમેરા અમેરિકામાં 4500 ડોલરમાં 25 મેએ લોન્ચ કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS