Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્ય સભાના સદસ્ય ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર 19 મે, શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પોતાની આગામી ફિલ્મ ‘સચીન: અ બિલિયન ડ્રીમ્સ’ વિશે એમને માહિતી આપી હતી તેમજ ફિલ્મની સફળતા માટે એમની શુભેચ્છા મેળવી હતી. સચીનની સાથે એમના પત્ની અંજલિ પણ હતા. પીએમ મોદીએ બાદમાં ટ્વીટ કરીને લખ્યું કે, ‘સચીન તેંડુલકર સાથે મારી મુલાકાત ખૂબ સરસ રહી. એમની જીવન સફર અને સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ અપાવનારી છે અને 1.25 અબજ લોકો માટે પ્રેરણાત્મક છે.’ સચીને પોતાના ટ્વિટર પેજ પર તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘પ્રધાનમંત્રી મોદીજી સાથે મુલાકાત કરી. એમને ફિલ્મ વિશે જાણકારી આપી અને એમના આશીર્વાદ લીધા.’ ‘સચીન: અ બિલિયન ડ્રીમ્સ’ ફિલ્મ આવતી 26 મેએ દેશભરમાં રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS