Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘ચિત્રલેખા’ સામયિકમાં છેલ્લાં 17 વર્ષથી પ્રગટ થતી ‘ભારતનું મહાભારત’ અને ‘દેશ-દુનિયા’ કોલમના લેખક, 97 વર્ષી પ્રખર રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવીને ૧૧ સપ્ટેંબરના રવિવારે રાજકોટમાં હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ‘ચિત્રલેખા’નો પ્રતિષ્ઠિત ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુનાં વરદ્દ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘ફૂલછાબ’નાં તંત્રી કૌશિક મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા અને ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS