Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દક્ષિણ મુંબઈના ચર્ચગેટ ઉપનગરમાં મુંબઈ હાઈકોર્ટ નજીક આવેલી બેન્ક ઓફ ઈન્ડિયાની ઈમારતના ચોથા માળે 21 એપ્રિલ, શુક્રવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. 50 જેટલા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. પાંચ ફાયર એન્જિન્સ સાથે અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કહેવાય છે કે ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આસપાસના પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સિલિન્ડર વિસ્ફોટના બેથી ત્રણ અવાજ આવ્યા હતા. એને કારણે બાજુમાં હાઈકોર્ટમાં પણ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા કર્મચારીઓ ગભરાઈને રોડ પર દોડી ગયા હતા. આગ લાગતાં જ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈમારતમાં ફાયર એલાર્મ વાગવા માંડ્યું હતું તેથી લોકો સતર્ક થઈ ગયા હતા. તરત જ મકાન ખાલી થઈ જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS