Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ જાપાન પીએમ શિન્ઝો એબે આજે તેમની મુલાકાતના બીજા દિવસે એકતરફ ગાંધીનગરમાં છે ત્યારે તેમનાં પત્ની શ્રીમતી એકી એબે આજે અમદાવાદમાં અલગઅલગ કાર્યક્રમમાં વિશેષ મુલાકાત લઇ રહ્યાં છે. આ તસવીર શ્રીમતી એબે અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અંધજનમંડળની છે જ્યાં અંધજનો માટે ચાલતાં વિવિધ પ્રોજેક્ટો વિશે જાણકારી મેળવી હતી. તેમજ જાપાની મેડિકલ મેન્યૂએલ થેરેપી કાર્યક્રમની વિગત પણ લીધી હતી.

આ સંસ્થામાં વિવિધ તાલીમ કેન્દ્રોની મુલાકાત લઇ તાલીમાર્થીઓ તથા તજજ્ઞો સાથે મળી આત્મિયતાથી વાતચીત કરી હતી. સંસ્થામાં ચાલતા વિશષે કરીને જે.એમ.એમ.ટી.ના કાર્યથી પણ  પ્રભાવિત થયાં હતા. તેઓના આગમન થતાં ભાઇઓએ સુમધુર બેન્ડની સૂરાવલ્થી તેમનું સ્વાગત કર્યું હતું તેનાથી તેઓ પ્રભાવિત થયાં હતાં. જાપાનની સૂકૂબા યુનિવર્સિટીમાંથી તાલીમબદ્ધ તજજ્ઞો દ્વારા જાપાન મેડિકલ મેન્યુઅલ થેરેપીની જાણકારી મેળવી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS