Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સાથે આજે વાયબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે વન-ટુ-વન બેઠક શ્રેણી અંતર્ગત એમ્બેસેડર ઓફ નેપાળ શ્રી દિપકુમાર ઉપાધ્યાયે બેઠક યોજી હતી. બેઠકની ચર્ચામાં રુપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પડોશી રાષ્ટ્રો સાથે જે સુમેળ-ઉષ્માભર્યા સંબંધો મજબૂત કરવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે. તેમાં નેપાળ પણ પ્રાયોરિટી કન્ટ્રી છે.તેમણે નેપાળ-ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોની સામ્યતાના સંદર્ભમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં ટેકનીકલ નોલેજ શેરિંગ માટે તત્પરતા વ્યકત કરી હતી. રાજદૂત દીપકુમારે પણ આ વાયબ્રન્ટ સમિટથી ઇન્ડો-નેપાળ ફ્રેન્ડશીપને નવું બળ મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS