Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

‘બિરલા સન લાઈફ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં ગત્ 19 માર્ચે ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં નોટબંધી પછી એક તરફ આર્થિક તંત્ર કેશલેસ બનાવવાના યત્ન-પ્રયત્ન થઈ રહ્યા છે તો બીજી તરફ, અમેરિકાના નવા પ્રેસિડન્ટના આગમન પછી એમના દ્વારા ત્યાંની ઉદારીકરણ નીતિ-રીતિ બદલવાના પ્રયત્ન શરૂ થયા છે… આ બંનેને કારણે દેશના આર્થિક ક્ષેત્રે જબરાં પરિવર્તન આવશે ત્યારે તમારાં નાણાંનું મૂડીરોકાણ તથા બચત કરવા શું શું કરવું એ વિશે આર્થિક જગતના નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટરો/શ્રોતાઓને એમની અનેક મુંઝવણોનું સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર એજ્યુકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી તથા જાણીતા પત્રકાર જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS