Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દેશના અર્થતંત્રમાં જીએસટી દાખલ કરવાની તૈયારી સહિત આર્થિક સુધારાનો દોર ઝડપી બની રહ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ડો. ઉર્જિત પટેલે પોતાનો હોદ્દો સંભાળી લીધો છે. એમના નેતૃત્વ હેઠળ પહેલી નાણાનીતિ આગામી મહિને જાહેર થવાની છે. વૈશ્વિક સંજોગોની અસરો વચ્ચે શેરબજારે પણ એની ગતિવિધિ વધારી દીધી છે. જો કે મોંઘવારી સહિતના વિવિધ પડકારો હજી ઊભા જ છે. બચતકારો, રોકાણકારોએ આ સમય-સંજોગોમાં પોતાની બચત-રોકાણનું કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, ઈન્વેસ્ટમેન્ટનાં લક્ષ્ય કેવાં રાખવાં જોઈએ, મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ કઈ રીતે બહેતર વળતર અને સલામતી આપી શકે જેવા રસપ્રદ મુદ્દાઓની સરળ સમજ રજૂ કરવા સાથે આ સમગ્ર વિષયની જાગૃતિ અર્થે ‘બિરલા સન લાઈફ’ના સથવારે ‘ચિત્રલેખા’એ 25 સપ્ટેંબર, રવિવારે રાજકોટમાં કુવાડવા રોડ સ્થિત ધ ફર્ન રેસિડેન્સી ખાતે અને તે પહેલાં, 24 સપ્ટેંબર, શનિવારે જામનગરમાં કડિયાવાડ સ્થિત હોટેલ કલાતિત ખાતે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કર્યું હતું. એમાં આર્થિક જગતના નિષ્ણાતો તરફથી રોકાણકારોને અનેક મૂંઝવણો દૂર કરવા માટે સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS